Ahmedabad,તા.26
ભારતીય મજદુર સંઘની યાદી જણાવે છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નોકરી કરતા અને વય નિવ્રુત થતા કર્મચારી / અધીકારીઓને આ બોર્ડ દ્વારા નિવૃતી બાદ ઘણાજ વિલંબથી ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવામાં આવતી હતી બોર્ડની આવી નિતી સામે ભારતીય મજદુર સંઘ રાજકોટ દ્વારા આ વિલંબથી ચુકવેલ ગ્રેચ્યુઇટી પર ૨૦ થી ૨૫ કર્મચારીને વ્યાજ ચુકવવા રાજ્યના લગભગ તમામ જીલ્લાઓમાં વ્યાજ ચુકવવા મદદનિશ મજુર કમીશ્નરશ્રી સમક્ષ કેસ દાખલ કરવામા આવેલ હતા
આ તમામ ગ્રેચ્યુઇટી અરજીઓમાં નિયંત્રણ અધીકારીશ્રીઓએ અરજીઓ મંજુર કરી વિલંબથી ચુકવાયેલ ગ્રેચ્યુઇટીની રકમો પર કર્મચારીની નિવતીની તારીખથી ૩૦ દીવસ બાદથી ખરેખર ગ્રેચ્યુઇટીની રકમનું ચુકવણુ થયા તારીખ સુધીના સમયગાળા માટે ૧૦ ટકા સાદુ વ્યાજ ચુકવવા હુકમો કરવામા આવેલ હતા અને તેની સામે બોર્ડ દ્વારા દાખલ કરવામા આવેલ તમામ અપિલો એપેલેન્ટ ઓથોરેટીએ રદ કરેલ હતી. એપેલીટ ઓથોરેટી અને નાયબ શ્રમ આયુક્તો દ્વારા બોર્ડની બધીજ અપિલો રદ કરવાના હુકમો સામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અપિલના હુકમો સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમા ૨૦ થી ૨૫ એસ.સી.એ. દાખલ કરવામા આવેલ હતી બોર્ડ દ્વારા દાખલ કરેલ બધીજ એસ.સી.એ. નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરી કંટ્રોલિંગ ઓથોરેટી તથા એપેલેટ ઓથોરેટીના કાયમ રાખી બોર્ડની અપિલ્પ રદ કરેલ ફરીથી આ બોર્ડ દ્વારા પોતાની રદ થયેલ એસ.સી.એ. ના હુકમો સામે નામ. ગુજરાત હાઇકોર્ટમા ડબલ બેન્ચ સમક્ષ ૨૦ થી ૨૨ એલ.પી.એ. કરેલ હતી આ એલપી.એ.પૈકી ૮થી૯ એલ.પી.એ.ની સુનવણી થઇ જતા નામ. હાઇકોર્ટ બધીજ એલ.પી.એ.રદ કરેલ હતી
આમ આ બોર્ડ કર્મચારીઓના હક્કના ચુકવણામા પોતાના અધીકારીઓની જવાબદારી ટાળવા નામ.ગુજરાત હાઇકોર્ટમા બીન જરુરી કેસો કરીને સરકારની લીટીગેશં પોલીસીનો ભંગ કરે છે અને પ્રજાના કરવેરાના પૈસાનો વ્યય કરે છે
આ કામમાં કંટ્રોલિંગ ઓથોરેટી અને અપિલ ઓથોરેટી ખાતે અરજદાર વતી ભારતીય મજદુર સંઘના હસુભાઇ દવેના સીધા માર્ગદર્શન હેઠળ મુસાભાઇ જોબણએ હાજર રહી દલીલો કરેલ હતી. જ્યારે નામ ગુજરાત હાઇકોર્ટ ખાતે વિદ્વાન ધારાશાસ્ત્રી કુ અશ્લેશાબહેન પટેલ અને જીત રાજ્યગુરુ રોકાયેલ હતા