Gandhinagar તા.21
રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતને ગ્રોથ એન્જીન ગણાવીને હાંસલ કરેલી સિદ્ધિ અને નવા સંકલ્પોનો ચિતાર રજુ કર્યો હતો. ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં મળેલ પ્રથમ ક્રમ – નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસની સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. નીતિ આયોગના વર્ષ 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને “Achievers” દરજ્જો મળેલ છે.
ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવામાં અગ્રેસર છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિનન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં 8.3%નું યોગદાન આપે છે.આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે.
બે દાયકાથી યોજાતા વાઇબ્રન્ટે ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિક્ધડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે.
પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત રૂ8200 કરોડની જોગવાઇ સૂચવું છું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવેદના સભર પઢાઇ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ રૂ617 કરોડની જોગવાઇ સૂચવું છું.
પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝડ કીચન વ્યવસ્થા ઊભી કરવા રૂ551 કરોડની જોગવાઇ સૂચવું છું.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે રૂ274 કરોડની જોગવાઇ સૂચવું છું.
આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150મા વર્ષને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% ના વધારા સાથે રૂ1100 કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂ200 કરોડની જોગવાઇ સૂચવું છું. ગાંધીનગર: આજે રાજયનું બજેટ રજુ કરતા સમયે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગોને જ સહાય મળે છે. તેના માપદંડ ફેરવીને વધુ દિવ્યાંગોને આ સહાયનો લાભ મળે તે નિશ્ર્ચિત થયું હતું.
પ્રધાનમંત્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા ‘સંત સુરદાસ યોજના’ હેઠળ 80% ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક રૂા.12 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાસ જાહેરાત કરી હતી અને ગૃહમાં પાટલી થપથપાવી વધાવી લેવામાં આવી હતી. આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150માં વર્ષને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવી રહ્યાં છીએ. આ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના માટે 375% ના વધારા સાથે રૂા.1100 કરોડની ફાળવણી સુચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.