Amreli,તા.01
નવું વર્ષ 2025ના આગમન સાથે ગુજરાત ગેસ કંપનીએ CNG ભરાવતાં અનેક વાહન ચાલકોને ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રીક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વધારાથી CNG કારના માલિકો તેમજ રીક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.
કંપનીએ કિલોએ 1.5 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો લાગુ કરી દીધો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રીક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે 79.26 પર પહોંચી ગયો છે.
છ મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરાયો
આમ કંપનીએ છેલ્લા છ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો કરી નવા વર્ષે વાહન ચાલકોને ઝટકો આપ્યો છે. આ પહેલા કંપનીએ પહેલી ડિસેમ્બર-2024ના રોજ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. તે વખતે કંપનીએ છ મહિનામાં ત્રીજી વખત ભાવ વધારો કર્યો કરી એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો, જેના કારણે ભાવ 77.76 પર પહોંચી ગયો હતો. આમ કંપનીએ નવા વર્ષે ભાવ વધારો કરતાં હવે સીએનજીનો ભાવ 79.26 પર પહોંચી ગયો છે.