Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»૨૭ ફેબ્રુઆરીથી Gujarat Board ની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે
    ગુજરાત

    ૨૭ ફેબ્રુઆરીથી Gujarat Board ની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે

    Vikram RavalBy Vikram RavalFebruary 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ ૧-૨ના ૫૫ અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે

    Gandhinagar, તા.૨૬

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આવતીકાલે ૨૭ ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૧ દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે.

    આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ’આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.’

    આવતીકાલથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ ૧-૨ના ૫૫ અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે.

    ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ છે અને ૭ ઝોનમાં ૩૩ કેન્દ્રોમાં ૧૮૫ બિલ્ડીંગોના ૧૮૪૨ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ સા.પ્ર.માં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં ૨૬ કેન્દ્રોમાં ૧૦૦ બિલ્ડીંગોમાં ૯૩૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૭૮૫૩ વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં ૧૦ કેન્દ્રોમાં ૩૭ બિલ્ડીંગોના ૪૦૩ બ્લોકમાં પરીક્ષા લેવાશે.

    અમદાવાદ શહેરમાં આ વર્ષે કુલ ૬૯ કેન્દ્રોમાં ૯૨૭૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે ૭૦ કેન્દ્રોમાં ૧૦૧૩૫૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આમ શહેરમાં ૮૬૨૬ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ધો ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં ૩૬ કેન્દ્રોમાં ૧૪૬ બિલ્ડીંગોમાં ૧૫૩૪ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝનોમાં ૩૧ કેન્દ્રોમાં ૭૧ બિલ્ડીંગોમાં ૭૨૮ બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં ૨૮ બિલ્ડીંગોમાં ૨૭૦ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં આ વર્ષે કુલ ૬૭ કેન્દ્રોમાં ૨૪૫ બિલ્ડીંગોમાં ૭૩૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે ૬૭ કેન્દ્રોમાં ૨૬૧ બિલ્ડીંગોમાં ૭૭૮૩૦ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં ૪૫૭૦ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

    મહાશિવરાત્રીની સ્કૂલોમાં જાહેર રજા હતી પરંતુ બોર્ડ પરીક્ષાને લઈને સ્કૂલો ચાલુ રહી હતી. વિદ્યાર્થીઓ બિલ્ડીંગ-બેઠક નંબર જોવા પહોંચ્યા હતા. દરેક સ્કૂલોને બપોરે સ્કૂલો ચાલુ રાખવા માટે આદેશ કરાયો હતોે કારણકે ૨૭મીથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ-વાલીઓ બપોરે ૩થી ૫ દરમિયાન સ્કૂલે જઈને બેઠક વ્યવસ્થા-નંબર જોયા હતા.

    Class 10-12 exams Gandhinagar Gujarat Board
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot; 20 અરજદારોને રૂ. 1.47 કરોડનો મુદામાલ પરત અપાયો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 માસમાં રૂ. 34.69 લાખનો દંડ વસૂલાયો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; મહિલા ભાડુઆતે ફ્લેટ પચાવી પાડ્યો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; ચોરાઉ એક્ટિવા સાથે બાળ આરોપી ઝડપાયો, ત્રણ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલાયો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; છબીલ પર કાર ઘસી આવતા બેને ઇજા

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; સાપરાધ મનુષ્યવધમા વધુ એક આરોપીને 10 વર્ષની સજા

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.