Gandhinagar, તા.૭
ગુજરાત સરકારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટા પાયે ભરતીની જાહેરાત કરાઈ હતી. જેમાં કુલ ૧૩, ૮૫૨ જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરાશે. જેને લઈને આજથી (સાતમી નવેમ્બર) ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ ૧૬મી નવેમ્બર છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫માં ૫૦૦૦ જગ્યાઓ માટે ભરતી કરાશે. ધોરણ ૬થી ૮માં ગુજરાતી માધ્યમમાં ૭૦૦૦ જગ્યા પર ભરતી કરાશે. જ્યારે ધોરણ ૧થી ૮માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં ૧૮૫૨ જગ્યા પર ભરતી કરાશે.
આ ભરતી માટે ગુરૂવાર (સાતમી નવેમ્બર)થી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬મી નવેમ્બર છે. અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક દૃજહ્વ.ઙ્ઘીખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ૈહ ઉપર ભરી શકાશે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૮માં નવા શિક્ષકોની ભરતી એટ્લે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ ૫ વર્ષ ફિક્સ ૨૬,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે ્ઈ્-૧ અથવા ્ઈ્-૨ પાસ અકરેલી હોવી જરૂરી છે.