Ahmedabad,તા.૧૭
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ નલિયા બાદ હવે અમરેલી ૮.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. તેમજ હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થશે.
હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર- પૂર્વ અથવા તો પૂર્વ તરફથી પણ થઈ શકે છે, જેથી ઠંડીનું જોર ઘટી શકે છે. આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આજે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આજે બપોરના સમયે અમદાવાદ શહેરમાં પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી જ્યારે પવન આવે ત્યારે આંશિક ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ૨૪ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
ગુજરાત પર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પવનની દિશા બદલાઈ શકે છે. તેમજ ઠંડીનું જોર ઘટી શકે છે. તેમજ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યાતાઓ છે. છેલ્લા ત્રણ દિવાસથી તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાવા પામ્યો છે. તેમજ ઠંડા પવનોનાં કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોલ્ડવેવનાં કારણે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.
દરમિયાન ડાંગ જિલ્લામાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલ કાતિલ ઠંડા પવનોની વચ્ચે અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ રમણીય દૃશ્યો સર્જાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા ત્રણ – ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં શિયાળુ ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે.
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ૨-૩ દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જોકે, આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોના સંકેત દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે. સામાન્ય રીતે ૧૫મી જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે. ૧૮ જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. જેમાં લઘુત્તમ તાપમાન ૧-૨ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.