Gujarat માં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી

Share:

Gujarat,તા.05

દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ઠંડીમાં ધીમી ગતિએ વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી ધીમે ધીમે વધશે. આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થશે. જ્યારે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડી શકે છે. 

નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી વધશે. જ્યારે, મહત્તમ તાપમાન નોર્મલ કરતા થોડું નીચું રહેવાની સંભાવના છે. ઉપરાંત, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, અલનીનોની અસરને આ વખતે શિયાળો મોડો શરૂ થયો હોય તેવો અનુભવ રહેશે. જેના કારણે કારણે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. 

રાજ્યમાં માવઠું થઈ શકે છે!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે. ખાસ કરીને સાતમીથી 14મી નવેમ્બર અને 19મીથી  22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *