Rajula શહેરમા મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

Share:

Rajula,તા.26

રાજુલા શહેરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વર્કશોપ પાસે શીતળા માતાજીના મંદિર ખાતેથી પ્રસ્થાન થઇને શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને કુંભનાથ- સુખનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરાઇ હતી. આ સાથે શોભાયાત્રામાં ૧૧ જેટલા ફલોટ તથા વિવિધ જુદીજુદી વેશભુષા સાથે શોભાયાત્રા નીકળી હતી. સાથોસાથ કુંભમેળામાં ત્રીવેણી સંગમ ખાતેથી જળ લાવ્યા લોકોએ પ્રસાદી લીધી હતી. અને શોભાયાત્રામાં ભાવી-ભક્તો, વિશ્વ હિન્દુ પરિષદ ભક્ત મંડળ, વેપારીઓ સહીતના લોકો શોભાયાત્રામા જોડાયા હતાં. શિવજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. રાજુલાના તમામ શીવમંદિરો સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અને ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને દુધ, જળ અભિષેક, બીલીપત્ર, પૂજા અર્ચના કરવામા આવી હતી. રાજુલામાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન વિશ્વ હિન્દુ પરિષદ ભક્ત મંડળ, શીવ ઉત્સવ કમિટી અને રૂદ્રગણ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. ખાસ મહાશિવરાત્રીના પાવન પર્વે શહેરના વેપારીઓએ પોતાનો ધંધો- રોજગાર સ્વૈચ્છિક બંધ પાળયો હતો. શોભાયાત્રા દરમિયાન પીઆઇ વીજય કોલાદરા સહિત પોલીસ કાફલા સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, ગૌરાંગભાઇ મહેતા, બકુલભાઇ વોરા, મનીષભાઇ વાળા, રાજેન્દ્રભાઇ ધાખડા તથા જયેન્દ્રભાઇ ધાખડા, શહેર ભાજપ પ્રમુખ વનરાભાઇ વરૂ, મહેન્દ્રભાઇ ધાખડા, અજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *