PM Modi ના મતવિસ્તારમાં સરકારી બાબુની દાદાગીરી! હોટેલ માલિકને હેડ શૉટ માર્યાનો વીડિયો વાયરલ

Share:

varanasi,તા.29

ઉત્તર પ્રદેશના વારાણસીના એડીએમ આલોક વર્માનો વીડિયો વાયરલ થયો છે. એડીએમ ગેરકાયદે બનેલી બે હોટેલનું ડિમોલિશ કરાવવા પહોંચ્યા હતા. હોટેલ માલિકો સાથે વિવાદ વચ્ચે એડીએમ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે એક હોટેલ માલિકને નાક પર માથુ માર્યું હતું. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ડિમોલિશન દરમિયાન એડીએમએ હોટેલ માલિકને હેડ શૉટ માર્યો

ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન હોટેલ માલિક અને એડીએમ સિટી આલોક વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી, એ સમયે જ એસડીએમએ કાબુ ગુમાવી દીધો હતો અને 40 હોટેલ માલિકને હેડ શોટ માર્યો હતો. જેને કારણે માલિકને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અપાઈ હતી. આ દરમિયાન હોટેલ તોડવાની કાર્યવાહી રોકવામાં નહોતી આવી અને કલાકો સુધી વિવાદ જારી રહ્યો હતો.

એડીએમ સામે હજુસુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી

વારાણસીના ગ્રીન બેલ્ટના ક્ષેત્રમાં રિવર પેલેસ અને બનારસ કોઠી નામની બે હોટેલો બનાવવામાં આવી હતી. જેને પ્રશાસન દ્વારા તોડી પાડવાના આદેશ અપાયા હતા. જેનો અમલ કરાવવા ગયેલા એડીએમ આલોક વર્મા એટલા ગુસ્સે ભરાઇ ગયા હતા કે તેમણે હોટેલ માલિકને માથેથી માર માર્યો હતો. આ ઘટના બાદ લોકોએ એડીએમની ભારે ટીકા કરી હતી, જો કે હજુસુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે નથી આવ્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *