નવી દિલ્હી,તા.18
સરકારી બેન્ક કોમન વિડીયો કેવાયસી હબની યોજના બનાવી રહ્યા છે, તે સરકારના એ દિશાનિર્દેશને અનુરૂપ છે, જે અંતર્ગત સરકારી બેન્ક અને નાણાકીય સંસ્થાઓમાં કેવાયસી પ્રક્રિયાને પુરી રીતે ડિઝીટલ બનાવવા માટે સેન્ટ્રલ નો યોર કસ્ટમર રજિસ્ટ્રી (સીકેવાયસીઆર)ની સાથે જોડવાની વાત થઈ છે.
રિપોર્ટ અનુસાર સરકાર ઈચ્છે છે કે, નાણાકીય સંસ્થાન પોતાની કેવાયસી સીસ્ટમને સીકેવાયસીઆર સાથે જોડે, બધી નાણાકીય સંસ્થાનો માટે કેવાયસી પ્રક્રિયા સીકેવાયસીથી થવાથી ગ્રાહકોની જાણકારી રિયલ ટાઈમમાં અપડેટ થશે. હાલ જયારે નવી ઓળખ સાથે જોડાયેલ રેકર્ડ સીકેવાયસીઆરમાં અપલોડ કરવામાં આવે છે તો તેમાં અનેક ડેટા અગાઉથી મોજૂદ થવાથી તેઓ રિજેકટ થઈ જાય છે.
આથી મેળવણીની પ્રક્રિયામાં 10 દિવસ લાગી જાય છે. હવે નવા સુધારા બાદ આ પ્રક્રિયા તરત થઈ જશે. નાણા મંત્રાલયની વિશેષજ્ઞ સમીતીએ પહેલા જ સૂચન કર્યું હતું કે છેતરપીંડી રોકવા માટે સીકેવાયસીઆરમાં અપલોડ કરતા પહેલા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ફરજીયાત વેરિફાઈ કરવામા આવે.
નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2025માં જાહેરાત કરી હતી કે નવી કેવાયસી સીસ્ટમ એઆઈ અને ફેસ-મેચ ટેકનોલોજીથી સજજ થશે અન તેને ડિઝી લોકર સાથે જોડવામાં આવશે જેથી ડિઝીટલ પ્રક્રિયા વધુ સરળ થઈ જશે.