Google તેની Gmail service જીમેલમાં બે નવા ફીચર્સનો સમાવેશ કર્યો

Share:

પોલિશ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’ એન્ડ્રોઇડ,ર્ ૈજ અને વેબ દરેક વર્ઝન પર આ ફીચર ઉપલબ્ધ

Mumbai,તા.૨૧

ગૂગલે તેની ઇમેલ સર્વિસ જીમેલમાં બે નવા ફીચર્સનો સમાવેશ કર્યો છે. આ ફીચર્સ છે ‘પોલિશ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’. એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ દરેક વર્ઝન પર આ ફીચર ઉપલબ્ધ છે. આજે દરેક કોર્પોરેટ કંપનીમાં મોટાભાગનું કામ ઇમેલ દ્વારા થતું હોય છે. ઘણી વાર યુઝરની લખવાની સ્ટાઇલ થોડી નબળી હોવાથી ઇમેલ પોતે લખું અથવા તો અન્ય કોઈ પાસે લખાવું એવું થતું હોય છે. જોકે તેમનો આ સંકોચ હવે દૂર થઈ જશે કારણ કે ગૂગલનું આ ફીચર તેમના માટે જ બન્યું છે.

ગૂગલ દ્વારા હાલમાં જે ફીચર કાઢવામા આવ્યુ છે એનું નામ રીફાઇન માય ડ્રાફ્ટ છે. આ ફીચરની મદદથી યુઝરને લખવામાં મદદ મળે છે. યુઝર જ્યારે જીમેલના બોડી ટેક્સમાં લખે છે ત્યાં ‘હેલ્પ મી રાઇટ’ અને ‘રીફાઇન માય ડ્રાફ્ટ’ એમ બે વસ્તુ લખેલું આવશે. આ બન્ને પર ક્લિક કરતાં એક લખવા માટેની તમામ મદદ મળી રહશે. ઇમેલ કેવા પ્રકારનો લખવાનો છે એ માટે હેલ્પ મી રાઇટનો ઉપયોગ કરવો. એ લખ્યા બાદ એને બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે રીફાઇન માય ડ્રાફ્ટનો ઉપયોગ કરવો. આ નાની-મોટી ભૂલોને સુધારી દેશે અને ઇમેલ ભૂલ વગરનો સેન્ડ થશે.

બોડી ટેક્સ્ટમાં બારથી વધુ શબ્દ લખ્યા બાદ પોલિશ, ફોર્મલાઇઝ, એલાબોરેટ અથવા તો ઇમેલને ટૂંકો કરવા માટેનું ઓપ્શન આવશે. આ પોલિશ ફીચરની મદદથી યુઝર ભૂલ વગરનો ઇમેલ તો લખી જ શકશે, પરંતુ એક વાર ઇમેલ શા માટે લખવામાં આવી રહ્યો છે એ જણાવી દેતા આ પોલિશ ફીચર યુઝર માટે સંપૂર્ણ ઇમેલ લખી નાખશે. આ ઇમેલ એક વાર વાંચી લેવો અને જો એ યુઝરને યોગ્ય લાગ્યો તો રીપ્લેસ બટન પર ક્લિક કરતાં બોડી ટેક્સ્ટમાં પોલિશ વર્ઝન વાળો ઇમેલ આવી જશે. જોકે આ ગૂગલ જેમિની પોલિશ ફીચર હાલમાં ફક્ત ગૂગલ વન  છૈં  પ્રીમિયમ યુઝર માટે જ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *