ડબલ સવારી એકટીવા માંથી 9.30 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો
Gondal,તા.18
ગોંડલ ચોકડી નજીક ઝડપાયેલા મેફેડ્રોન નો જથ્થો સપ્લાય કરવાના ગુનામાં પોલીસ ધરપકડની દેહસતથી મહિલાએ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરમાં નસીલા પદાર્થની હેરાફેરી ડામી દેવા એસસોજી સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ધીરજ વિજય બહાદુર અને સમીર દલ નામના શખ્સ નસીલા પદાર્થની ડિલિવરી કરવા નીકળ્યા હોવાની એસસોજીને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડી નજીક ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ડબલ સવારી activa ચાલકને અટકાવી તલાસી લેતા જેમાંથી 9.30 ગ્રામ મેફેડ્રોન
સાથે બંને શખ્સ ધરપકડ કરી હતી. ઝડપાયેલા બંને શખ્સની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો ટંકારાની પૂજા ભાકલા નામની મહિલા પાસેથી લાવ્યા હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. બાદ પોલીસ ધરપકડની દેહસતથી પૂજા ભાકલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષે સરકાર પક્ષે એપીપી આબીદ સોસન હાજર રહી જામીન અરજીનો વિરોધ કરી દલીલમા યુવાધનને બચાવવા માટે મુહીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને છોડવામાં આવશે તો સમાજ ઉપર તેની ગંભીર અસર પડશે તે રજૂઆત ગ્રાહ્ય રાખી અદાલતે પૂજા ભાકલાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.