Mumbai,તા.26
સોના-ચાંદીમાં સતત તેજી બાદ આજે બજારમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનુ નવી ઓનલાઈન હાઈ સપાટીએ પહોંચ્યા બાદ પ્રોફીટ બુકીંગથી ઘટયુ છે. આજે સોનામાં રૂા.600 અને રૂા.500નો ઘટાડો થયો છે.
યુરો એરિયા ઈન્ફલેકશન વધીને 6 મહિનાની ઉંચાઈએ પહોંચતા હેજીંગ ડિમાંડ વધશે. સોનામાં રૂા.600 ઘટતા રૂા.88750 અને ચાંદીમાં રૂા.500 ઘટતા ભાવ રૂા.97800 એ પહોંચ્યો છે. સતત તેજી બાદ આજે લાંબા સમયે ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. સોનુ ઓલટાઈમ હાઈ એ પહોંચતા ભારે વેચવાલી શરૂ થઈ છે જેને પરિણામે બજારમાં વિપરીત અસર જોવા મળી છે.