RAJKOT,તા.29
સોના-ચાંદીની ખરીદી માટેનાં પવિત્ર-શુભ એવા આજના ધનતેરસના દિવસે ઉંચા ભાવને કારણે ગ્રાહકોમાં કચવાટ છે છતાં છેલ્લા એક વર્ષનાં ભાવ ચકાસવામાં આવે તો તેમાં રોકાણ કરનારા માલામાલ થયા છે સોનામાં 43.05 ટકા તથા ચાંદીમાં 40 ટકાનું રીટર્ન મળ્યુ છે. ચાંદીએ પાછલા તમામ રેકોર્ડ તોડીને સૌથી વધુ કમાણી કરાવી છે.
ગત વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે હતી 10 ગ્રામ સોનાનો ભાવ 61000 આસપાસ હતો તે હવે 81000 છે.31.33 ટકાનો ઉછાળો નોંધાયો છે આજ રીતે ચાંદીનો ભાવ ગત ધનતેરસે 70,000 હતો તે એક લાખ થયો છે. ચાલુ વર્ષે 2024 માં જ 35 ટકાથી વધુનો ભાવ વધારો છે.કારણ કે જાન્યુઆરી 2024 માં તે ભાવ 73000 હતો.
ચાલુ વર્ષે સોનુ સેન્સેકસ અને નિફટી કરતાં પણ ચાંદીમાં વધુ કમાણી થઈ છે. સેન્સેકસમાં 9.91 ટકા તથા નીફટીમાં 11.17 ટકાનુ રીટર્ન મળ્યુ છે. સોના-ચાંદીમાં આ વર્ષની કમાણી છેલ્લા સાડા ચાર દાયકાની સૌથી વધુ છે. આ અગાઉ 2007 માં સોનામાં 31 ટકા રીટર્ન મળ્યુ છે. અત્યાર સુધીનાં ઈતિહાસમાં સોનામાં સૌથી વધુ વાર્ષિક રીટર્ન 133 ટકા 1979 માં મળ્યુ હતું.
સોનાની જેમ ચાંદીમાં પણ છેલ્લા 10 વર્ષનુ સૌથી વધુ વાર્ષિક રીટર્ન મળ્યુ છે. ચાલુ વર્ષે ચાંદીમાં 40 ટકાનો ભાવ વધારો થઈ ચુકયો છે. ગત વર્ષે સરેરાશ 21.56 ટકાનું રીટર્ન મળ્યુ હતું. 2020 માં 35.49 ટકા રીટર્ન મળ્યુ છે. વર્ષ 2012 પછીનાં 12 પૈકીનાં છ વર્ષોમાં ચાંદીમાં સારૂ એવુ રીટર્ન મળ્યુ હતું. જયારે છ વખત નેગેટીવ રીટર્ન રહ્યું હતું.
મહત્વની વાત એ છે કે છેલ્લા 11 વર્ષમાં સોનાના ભાવ ડબલ થઈ ગયા છે. જાન્યુઆરી 2014 માં સોનાનો ભાવ 29462 હતો.તે હાલ 81000 છે અર્થાત અઢી ગણુ રીટર્ન છે. સોના-ચાંદીના જાણકારોનાં કહેવા પ્રમાણે કેટલાંક દિવસોથી ચાલી રહેલી રેકોર્ડબ્રેક તેજી પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. સૌથી મોટુ પશ્ર્ચિમ એશીયાનાં ટેન્શનનું છે. ઈઝરાયેલ લેબનોન પર હુમલા કરી રહ્યું છે.
સાથોસાથ ઈરાનને નિશાન બનાવતા મહાયુદ્ધના ભણકારા શરૂ થતા સોનુ-ચાંદી વધુ ભડકયા છે. આ સિવાય અમેરીકાની ચૂંટણીની અનિશ્ર્ચિતા પણ મોટુ કારણ છે. ભારત સહીત દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની સોનાની મોટી ખરીદી પણ તેજી માટે જવાબદાર છે. અમેરિકાએ તાજેતરમાં વ્યાજદર ઘટાડતા તેની પણ પોઝીટીવ અસર હતી.
નવા સવંત વર્ષમાં સોના-ચાંદીમાં ટ્રેન્ડ કેવો હશે?
સોના-ચાંદીના ઉંચાભાવથી ગ્રાહકોની સાથોસાથ વેપારી વર્ગમાં પણ સોપો છે. ખરીદી પ્રભાવીત થઈ રહ્યાનો ગણગણાટ છે. ત્યારે જાણકારો એવો દાવો કરી રહ્યા છે કે સોના-ચાંદીનાં ભાવ આવતા મહિનાઓમાં વધુ ઉંચકાઈ શકે છે. કેડીયા ફીનકોર્પનાં નીતીની કેડીયાના જણાવ્યા પ્રમાણે વ્યાજદર ઘટાડાનું કારણ ડીસ્કાઉન્ટ થઈ ગયુ છે.
અમેરીકામાં હવે ટ્રમ્પ ચૂંટાઈ તો મોટી વધઘટ આવી શકે છે. નવા સવંત વર્ષમાં વૈશ્વિક ભાવ 2500 થી 2800 ડોલરની રેન્જમાં જોવા મળી શકે છે. સ્થાનિક કોમોડીટી એકસચેંજમાં 73000 થી 79000 ની રેન્જમાં આવી શકે. 74-75 હજાર આસપાસ ખરીદીની તક ગણી શકાય.
કોમ ટ્રેન્ડઝનાં ડાયરેકટર માનશેખર ત્યાગરાજને કહ્યું કે અમેરીકા પછી ચીન સહીતનાં દેશો વ્યાજ ઘટાડવા લાગ્યા છે. અર્થતંત્રમાં નબળાઈ છે.ફૂગાવો ઘટતા વ્યાજદર વધુ નીચે આવી શકે છે. તેને કારણે સોનું 3000 થી 3200 ડોલર થઈ શકે.
એકસીસ સિકયુરીટીઝના દેથૈયા ગગલાણીએ પણ કહ્યું કે ભૌગોલીક ટેન્શન ચીનની મજબુત ડીમાંડ, વ્યાજદરમાં ઘટાડો જેવા કારણોથી સોનાની કિંમત વધી શકે છે. ચાંદીમાં કામચલાઉ રીએકશન આવ્યા બાદ ફરી તેજી શકય છે. અને નવા વર્ષમાં 1 લાખથી 1.15 લાખની રેન્જમાં ખેંચી શકે છ