Gold 86000ના સ્તરને આંબી ગયુ: Silver ના રૂ.97000: એકધારી તેજી

Share:

Mumbai,તા.4
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે સતા સંભાળતાની સાથે જ ટ્રેડવેર શરૂ કર્યાને પગલે સોના-ચાંદીમાં તેજીનો નવો જુવાળ સર્જાયો છે. સોનાનો ભાવ રૂા.86000ને આંબી ગયો હતો જયારે ચાંદી ફરી એક લાખના સ્તર તરફ દોડવા લાગી છે.

રાજકોટમાં આજે હાજર સોનુ વધુ 500 રૂપિયા ઉંચકાઈને 86000ને આંબી ગયા બાદ 85900 બોલાતુ હતુ. વિશ્વબજારમાં ભાવ 2830 ડોલર થઈને 2819 ડોલર હતો. ઘરઆંગરે હાજર ચાંદી 750ના ઉછાળાથી 97000 થઈ હતી.

ઝવેરીઓના કહેવા પ્રમાણે અમેરિકાના ટ્રેડવોર ઉપરાંત ડોલર સામે રૂપિયાના ધોવાણ જેવા કારણોથી તેજી થઈ છે. રાજયમાં હાલ ભરચકક લગ્નગાળો છે અને તેની સારી ખરીદી છે તેવા સમયે સોનામાં તેજી ભાવથી ઝવેરીઓ તથા ગ્રાહકોમાં ચિંતાનુ મોજુ છે. કારણ કે ખરીદી પ્રભાવિત થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *