‘સન્માન આપે છે પણ કામ નહીં…’,Bollywood ને સુપરહિટ ગીતો આપનાર સિંગરનું દર્દ છલકાયું

Share:

Mumbai,તા.09 

કુમાર સાનૂ બોલિવૂડનો મશહૂર સિંગર પૈકીનો એક છે. તે 90ના દાયકામાં તમામ સુપરહિટ ગીત આપવા માટે જાણીતો છે. આજે પણ કોઈ પાર્ટી, ઈવેન્ટ કે લગ્ન તેના ગીતો વિના અધૂરા લાગે છે. તે જ્યારે પણ સ્ટેજ પર ગાવા માટે આવે છે. પોતાના અવાજથી મ્યૂઝિક લવર્સને મંત્રમુગ્ધ કરી દે છે. જોકે, ઉમદા ગાયિકી છતાં આજકાલ ફિલ્મોમાં તેના ગીત ઓછા જ સાંભળવા મળે છે જ્યારે સિંગરને તેનું કારણ પૂછવામાં આવ્યુ તો તેણે શોકિંગ જવાબ આપ્યો.

શા માટે કુમાર સાનૂના ગીત ઓછા સંભળાય છે?

કુમાર સાનૂને પૂછવામાં આવ્યું કે હવે ફિલ્મોમાં તેના ગીત કેમ ઓછા સંભળાય છે. તેનો જવાબ આપતાં તેણે કહ્યું કે ‘ મારી જર્ની અત્યાર સુધી ખૂબ સારી રહી છે. ઈન્ડસ્ટ્રીમાં દરેક મને ખૂબ સન્માન આપે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે લોકો ઈજ્જત આપે છે, પ્રેમ આપે છે, મારા ગીતો પણ સાંભળે છે પરંતુ મને નથી ખબર કે લોકો મારા અવાજને હિંદી ફિલ્મોના ગીતોમાં શા માટે ઉપયોગ કરી રહ્યાં નથી. ‘મારા મનમાં એ પ્રશ્ન થાય છે. જ્યારે પણ હું લોકોની સામે રહું છું, દરેક મને ખૂબ પ્રેમ આપે છે પરંતુ શા માટે લોકો મને ગાવાની તક આપતાં નથી. ખબર નહીં લોકોનો આ પ્રેમ સાચો છે કે નહીં પરંતુ જે પણ હોય એટલું જરૂર છે કે તમામ મને ખૂબ સન્માન આપે છે.’

ઈન્ડસ્ટ્રી પર ઉઠાવ્યા સવાલ

કુમાર સાનૂએ તાજેતરમાં જ યુનાઈટેડ સ્ટેટ્સમાં ઘણા લાઈવ શો પરફોર્મ કર્યાં. આ વિશે તેણે જણાવ્યું કે ‘હજુ પણ ઘણા લોકો છે, જે આપણી પેઢીના અવાજને પસંદ કરે છે. અમે ગાઈ શકીએ છીએ તો અમને ગાવાની તક આપવામાં આવતી નથી. મેકર્સના મનમાં કેમ આ બાબત આવતી નથી?. હું હજુ પણ શો કરી રહ્યો છું. મારી ફેન ફોલોઈંગ પણ છે. હું જ્યાં પણ જાઉં છું. તમામ શો સોલ્ડ આઉટ થઈ જાય છે. પબ્લિક ડિમાન્ડ છે. હું આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ લાઈવ શો કરવાનો છું. જો ઈન્ડસ્ટ્રી વાળા સમજી જાય તો સારી વાત છે નહીંતર આ તેમનું દુર્ભાગ્ય છે.

કુમાર સાનૂએ ‘ચુરા કે દિલ મેરા’, ‘દો દિલ મિલ રહે હે’ અને ‘ચોરી ચોરી જબ નજરે મિલી’ જેવા તમામ સુપરહિટ ગીત આપ્યા છે. છેલ્લે તેણે ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ (2015) માં કરારા અને ‘સિમ્બા’ (2018) માં આંખ મારે જેવા ગીત ગાયા હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *