Makeup નિષ્ણાંતો જણાવી રહ્યાં છે કે અત્યારે તો વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને યોગ્ય સમયે યુવતી આવા કન્સલ્ટન્સીને મળે તો તેની સ્કીન પ્રમાણે તેનો મેકઅપ વિચારી શકાય અને તેને કેટલીક બાબતોની ટીપ્સ પણ આપવામાં આવતી હોય છે અને તેને કેટલીક સુચનાઓ પણ અપાતી હોય છે. ખાસ કરીને જો યુવતી આ સુચનાઓનો અમલ કરે તો તે સૌથી સુંદર દેખાઇ શકે છે કેમ કે કન્સલ્ટન્સી તેની સ્કીન ટાઇપ જોઇને તેને સુચના આપતી હોય છે. અત્યારે તો સીલીકોન મેકઅપ , મીનરલ બેઇઝ મેકઅપ ,મેટાલીકી મેકઅપ , સીમરી મેકઅપ ચલણમાં છે
અત્યારે લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે અને દરેક યુવતી એવુ ઇચ્છતી હોય છેકે લગ્ન સમયે તે સૌથી સુંદર દેખાય પરંતુ તે માટે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખાસ કરીને અત્યારે જે રીતે Bridal કંન્સલ્ટંટ્સીની ફેશન ચાલુ થઇ ગઇ છે. આના માધ્યમથી તમે વેડીંગ સમયે ખુબ સુંદર દેખાશો. આ બાબતે Makeup નિષ્ણાંતો જણાવી રહ્યાં છે કે અત્યારે તો વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને યોગ્ય સમયે યુવતી આવા કન્સલ્ટન્સીને મળે તો તેની સ્કીન પ્રમાણે તેનો મેકઅપ વિચારી શકાય અને તેને કેટલીક બાબતોની ટીપ્સ પણ આપવામાં આવતી હોય છે અને તેને કેટલીક સુચનાઓ પણ અપાતી હોય છે. ખાસ કરીને જો યુવતી આ સુચનાઓનો અમલ કરે તો તે સૌથી સુંદર દેખાઇ શકે છે કેમ કે કન્સલ્ટન્સી તેની સ્કીન ટાઇપ જોઇને તેને સુચના આપતી હોય છે. અત્યારે તો સીલીકોન મેકઅપ , મીનરલ બેઇઝ મેકઅપ ,મેટાલીકી મેકઅપ , સીમરી મેકઅપ ચલણમાં છે.
સિલકોન મેકઅપ :- આ મેકઅપમાં સંપૂર્ણ નેચરલ અન ટ્રાન્સપરન્ટ ટાઇપમાં દેખાય છે. તેમાં યુવતીનું જે કલર કોમ્પલેક્શન હોય છે તેને જ બ્રાઇટલી ગ્લો કરવામાં આવે છે. તેનો તે અર્થ નથી કે કોઇનો ડાર્ક કલરને સફેદ કરી આપવામાં આવે છે. આમ કરવામાં કૃત્રિમતા દેખાય તેવી શક્યતા વધુ રહેલી છે તેથી પ્રયત્ન એવો કરવામાં આવે છે કે Bridal સંપૂર્ણ પણે નેચરલ દેખાય અને તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. વળી ફોટામાં સારુ પરિણામ જોઇતુ હોય તો આ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને કેટલીક વખત શ્યામળા રંગને ઉજળો કરવાના પ્રયત્નમાં મેકઅપનો થપેડો કરી નાખવમાં આવતો હોય છે જે સારો લાગતો હોતો નથી. માટે જ શક્ય તેટલુ નેચરલ દેખાય તેવો પ્રયત્ન કરવો જરૂરી છે. અહીં તે બાબત પણ ધ્યાન રાખવી જરૂરી છે કે સિલીકોન મેક્અપથી જે લુક આવે છે તે સંપૂર્ણ પણે નેચરલ દેખાય છે.
મિનરલબેઇઝ મેકઅપ :- આ મેકઅપ પણ પ્રખ્યાત છે અને દુલ્હન આ પ્રકારના મેકઅપ પણ વધુ કરાવતી હોય છે. આ પ્રકારના મેકઅપને કારણે ત્વચાને સહેજ પણ નુકશાન થતુ નથી. ખાસ કરીને ક્યારેક હેવી મેકઅપને કારણે ત્વચાના રોમ છિદ્રો બંધ થઇ જતા હોય છે અને તે કારણે ત્વચાને નુકશાન થતુ હોય છે પરંતુ આ પ્રકારના મેકઅપમાં રોમ છિદ્રો બંધ થતા નથી અને ત્વચાને ઓક્સિજન મળતો રહે છે. અને તેથી જ આ સૌથી સારા પ્રકારનો મેકઅપ કહી શકાય.
Metallic Makeup :- અત્યારે આ પ્રકારના મેકઅપની ફેશન પૂરજોશમાં છે. આ મેકઅપથી ચહેરા પર શાઇની ગ્લો આવી જાય છે. કારણે કે શ્યામળી ચેહેરો ધરાવતી યુવતી પણ લગ્ન સમયે મેકઅપ કરતી હોય છે. અને આવા ચહેરા પર શાઇનીંગ લાવવા માટે આવો મેકઅપ સારો રહેશે. મેટાલીક મેકઅપનું સૌથી સારુ ઉદાહરણ રાખી સાવંત છે. તેની સીરીયલ રાખી કે સ્વયંવરમાં તે સુંદર અને ફેઇર દેખાતી હતી. વાસ્તવિકતામાં તે શ્યામળી ત્વચા ધરાવે છે પરંતુ આ સીરીયલમાં તે સુંદર દેખાતી હતી. તેના ઉદાહરણ દ્વારા સમજી શકાશે કે કેવી રીતે મકઅપ આર્ટીસ્ટ ચહેરાના દરેક ભાગને ઘડે છે અને દુલ્હનના ચહેરાને યોગ્ય મેટાલીક મેકઅપથી શાર્પ બનાવે છે.
Pigmented base makeup :-
પિગ્મેન્ટ બેઇઝ મેકઅપની વિશેષતા એ છે કે જે પિગ્મેન્ટનો દુલ્હનના ચહેરા પર પ્રયોગ કરવા ઇચ્છો તે જ શેડને મેકઅપ દરમ્યાન તેના ફેશ પર શીલ કરી દેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે પહેલા ચહેરા પર મેકઅપ કરવામાં આવે છે અને તેને સીલ કરી દેવામાં આવે છે. આ સીલ્ડ મેકઅપ મ્હો ધોવા સુધી યથાવત રહે છે.
આ પ્રકારના મેકઅપના ઉદાહરણ માટે આપણે અભિનેત્રીઓને લેવી પડશે કેમ કે તેઓ હંમેશાથી લાઇટ સામે ઉભા રહીને અભિનય કરતા હોય છે તેમ છતાં તેઓનો મેકઅપ દુર થતો હોતો નથી. ખાસ કરીને તેઓને પરસેવા પણ થતો હોતો નથી અને આવા સંજોગોમાં પણ મેકઅપ ઉતરતો નથી. આ મેકઅપની વિશેષતા જ એ છે કે તે ગરમીના દિવસોમાં પણ સહેજ પણ પીગળતો નથી અને તેથી જ મે ની ગરમી હોય ત્યારે મેકઅપ પીગળવાની શક્યતા રહેલી છે પરંતુ જો તમે પિગ્મન્ટ મેકઅપ કરેલો હોય તો તે પીગળતો હોતો નથી અને તેેથી ગરમીઓમાં દુલ્હન બનતી યુવતીઓ પર પિગ્મન્ટ મેકઅપ કરવામાં આવે છે. આ મેકઅપમાં શેડ્સની અવનવી વેરાઇટી ઉપલબ્ધ છે તેથી તેમાં મેકઅપ આટીસ્ટની મદદથી જેટલા શેડ્શ સુધી ચેહરાની રંગત લઇ જવી હોય તે પૂર્ણ કરી શકાય છે. આ પ્રકારના મેકઅપથી ચહેરાને સુંદરતા આપી શકાય છે. આ મેકઅપના આધારે તમે કોઇ પણ લુક મેળવી શકો છો.
Shimmery makeup :-
શિમરી મેકઅપનો ઉપયોગ ચહેરાને બ્રાઇડલ લુક આપવા માટે કરવામાં આવે છે. શિમરી લુક આપવા ગ્લિટરનો ઉપયોગ કરવામાં આવે છે કારણે કે દુલ્હનના પરિધાનમાં પણ જરદોસી,ગોટા વર્કનો ઉપયોગ કરવામાં આવે છે. જ્વેલરી પણ હેવી હોય છે તેથી તે સમયે ફેસ ડલ ન લાગે તે જરૂરી છે.
ચહેરા પર સારો ગ્લો લાવવા માટે શિમરી મેકઅપ વધુ ચલણમાં છે. ગ્લિટર આઇ લાઇનર લિપસ્ટીક આઇસેડોનો પ્રયોગ કરીને તેની સાથે મેકઅપ આર્ટીસ્ટ ડાઇમંડી મેકઅપ પણ લગાવે છે. જેમા કેટલીક જગ્યા હાઇલાઇટ કરવા માટે નાના નાના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આંખો પર આઇ લાઇનર સાથે. દુલ્હનની સાઇડ બીંદીઓમાં, નાકની નથણીમાં અને નેઇલ આર્ટમાં ડાયમંડન્સને પરમેન્ટ રૂપે ચોંટાડી દેવામાં આવે છે. દુલ્હનના પરિધાન અને ઘરેણાના મેચીંગ સાથે રીયલ સ્ટોનનો ઉપયોગ કરીને મેકઅપ આર્ટીસ્ટ તેને રજવાડી લુક પણ આપી શકે છે.
આમ આટલા પ્રકારના મેકઅપના માધ્યમથી દુલ્હનને સુંદર બનાવી શકાય છે. અને તમારી ત્વચા મુજબ મેકઅપ કરીને તમે સુંદર દેખાઇ શકો છો. હવે તો એ પ્રકારના મેકઅપ પણ આવી ગયા છે કે જેના પર પરસેવા કે ગરમીની કોઇ અસર થતી નથી તે આપણે ઉપર જોયું તેથી હવે સુંદર દેખાવુ હાથવેંતમાં જ છે. જરૂરિયાત છે માત્ર તમારી સ્કીનને ઓળખવાની અને તે મુજબ જ મેક અપ પસંદ કરવાની.
Bridal Makeupને આપો ચાર ચાંદ
