Germany,તા.21
અહીં શુક્રવારે એક વ્યસ્ત ક્રિસમસ બજારમાં એક કાર ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જયારે 68 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને શંકા છે કે આ જાણી જોઈને કરાયેલો હુમલો છે. અલબત હુમલાનો ઉદેશ હજુ સ્પષ્ટ નથી થયો પોલીસે કારચાલકની ધરપકડ કરી લીધી છે. બજારમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટયા હતા ત્યારે આ ભયાનક બનાવ બન્યો હતો.
આંતરિક મંત્રી તરામા જીસ્ચાંગે જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોર 50 વર્ષિય સાઉદી ડોકટર છે.જે પહેલીવાર 2006 માં જર્મની આવ્યો હતો હાલ તો તે એકલો અપરાધી છે એટલે શહેરને કોઈ ખતરો નથી. હુમલામાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
આ મામલે સાઉદી અરેબીયાએ નિવેદન કર્યું છે કે સાઉદી અરબે આ ઘટનાને લઈને જર્મની સાથે ઉભા રહેવાની વાત કરી છે. સાથે સાથે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની હિંસા સહન નહીં કરાય.
ઉલ્લેખનીય છે કે જર્મનીમાં બર્લીનમાં 2016 માં આવી જ એક હુમલાની ઘટના બની હતી જેમાં ડ્રાઈવરે ટ્રકને ભીડમાં લોકો પર ચડાવી દીધો હતો જેમાં 13 લોકોનાં મોત થયા હતા.