New Delhi,તા.03
ઇન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી-20 મેચ દરમિયાન અવેજીના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યાં હતા, અને તેને સંપૂર્ણ ખોટું ગણાવ્યું હતું.
ભારતે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઓલરાઉન્ડર શિવમ દુબેની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો હતો. હર્ષિત તેની પ્રથમ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી, જેનાથી ભારત 15 રનથી મૂચ જીતી હતી. અશ્વિને કહ્યું કે ’રમત પૂરી થઈ ગઈ છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે, શું આપણે ભૂલી ગયાં કે તે આંતરરાષ્ટ્રીય મેચ હતી કે આઈપીએલ મેચ રમી હતી ? કારણ કે બધી ચર્ચા એજ છે કે હર્ષિત રાણા કેવી રીતે શિવમ દુબેના અવેજી ખેલાડી બની ગયાં ?
તેમણે કહ્યું કે, ’ભારતીય અથવા ઇંગ્લેંડની ટીમમાં આમાં કોઈ ભૂમિકા નથી.તેમણે કહ્યું કે જો ટીમમાં કોઈ ન હોય, તો તમે કહી શકો છો કે હર્ષિત થોડી બેટિંગ કરી શકે છે અને શિવમ થોડો બોલિંગ કરી શકે છે, તેથી અમે તેમને શામેલ કર્યા હતાં પરંતુ તે સમાન અવેજી ખેલાડી ન હતાં સમાન અવેજી ખેલાડી રમનદીપ બહાર બેઠો હતો.
સુનિલ ગાવસ્કરે પણ કહ્યું હતું કે, શિવમને બદલે અવેજી તરીકે હર્ષિતને લેવાનું યોગ્ય ન હતું. ગાવસ્કરે મજાકમાં કહ્યું કે ’જો દુબે અને રાણા વચ્ચે કોઈ સમાનતા હોય, તો ફક્ત તેમની લંબાઈ અને ફિલ્ડિંગનું સ્તર છે.