માતાજીના નિવેદની રસોઈ કરતી વેળાએ દુર્ઘટના ઘટી
Jetpur,તા.21
જેતપુરમાં માતાજીના નિવેદના રસોડામાં ગેસ લીકેજથી લાગેલી આગમાં બાળકી સહિત ચાર દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાંઆવ્યા છે, આગ લાગતા સાવચેતી ના કારણે મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.
આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામે નીતાબેન હરેશભાઈ મૂલીયા,(૪૫) એ જાહેર કરેલી વિગતો મુજબ પરિવાર દ્વારા માતાજીના નિવેદ માટે રસોઈ બનાવવાનું કામ ચાલતું હતું તે દરમિયાન ગેસનો બાટલો લીક થતા આગ લાગતા આ આગમાં દિલીપ વજુભાઈ, મનિષાબેન દિલીપભાઈ, કાજલ અરવિંદભાઈ, નાની બાળકી યામુબેન દિલીપભાઈ ને શરીરે દાજક અસરો થતા પ્રથમ જેતપુર અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ગેસનો બાટલો લીક થતા લાગેલી આગ માં આખું મકાન સળગી ગયું હતું જોકે આગને તાત્કાલિક કાબુમાં લેવા માટે ત્વરિત ધોરણે કરેલી કાર્યવાહી અને દાઝેલાઓને તાત્કાલિક હેમખેમ આગમાંથી બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી આ અંગે તપાસ એબી વાઘેલા ચલાવી રહ્યા છે