ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતો શખસ ને ઉઠાવી લીધો
Rajkot,તા.26
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી કરી નાસતા ફરતા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સુચના ને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે સને-૨૦૧૪ થી સને-૨૦૨૩ સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતો સંગઠીત થઇ આશરે-૫૭ જેટલા ગંભીર ગુન્હાઓ જેવા કે ધાડ,લુંટ તથા ખુનની કોશીષ સાથે લુંટ, ઘરફોડ ચોરી, ગુન્હાહીત કાવત્રુ રચી બળજબરીથી કઢાવી લેવાના અને ગે.કા આર્મ્સ હથીયાર રાખવાના તેમજ ફાયરીંગ કરવા તેમજ ખુનની કોશીષ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના તેમજ મકાન સળગાવી નાખવાના ગુન્હાઓને અંજામ આપેલ હોય અને આવા પ્રકારના ગુનેગારો ઉપર કાયદા મારફતે અંકુશ લાવવા આ ગેંગના કુલ-૧૦ સભ્યો વિરૂદ્ધ શહેર, ડી.સી.બી. ગુજશી તોક ગુન્હો તા.૨૨/૦૧/૨૦૨૪ ના રોજ નોંધવામાં આવેલ હતો. ગુન્હામાં આરોપી રાજુ સવસીંગ બારીયાની નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.મોવલીયા, હેડ કોન્સ, અમીત અગ્રાવત , સંજયભાઇ રૂપાપરા તથા પો.કોન્સ. પ્રદિપસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે આરોપી રાજુ સવસીંગ બારીયાને ઝડપી લીધો હતો. ઝડપાયેલા રાજુ બારૈયા સામે રાજકોટ ભરૂચ ખંભાત અમદાવાદ દાહોદ ગાંધીનગર ખેડા હિંમતનગર સહિતના 20 પોલીસ મથકના ચોપડે ચોરી મારામારી સહિતના ગુનામાં ચડી ચૂક્યો છે. પોલીસે રાજુ બારૈયા ની વિશેષ તપાસ હાથ ધરી છે.