Surat:પાલિકાના ગાંધી સ્મૃતિ ભવનના સ્ટેજ પર 32 લાખથી વધુના ખર્ચે

Share:

Surat,તા.07

સુરતનું સૌથી જુનું અને વર્ષ 2019માં જર્જરિત થયેલા ગાંધી સ્મૃતિ ભવનને ઉતારી લીધા બાદ ચાર વર્ષ, સુધી કોઈ નિર્ણય કર્યો ન હતો. પાલિકાએ છઠ્ઠા પ્રયાસમાં ટેન્ડર બહાર પાડ્યા છે જે પાલિકાના અંદાજ કરતાં 38.21 ટકા ઉંચા આવ્યા છે. તેમ છતાં સુરતની કલાપ્રેમી જનતાની લાગણીને ધ્યાનમાં રાખી  પાલિકાના ભાજપ શાસકો દ્વારા ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી.   55 કરોડના ખર્ચે બની રહેલા ગાંધી સ્મૃતિ ભવનના સ્ટેજ પર 32 લાખથી વધુના ખર્ચે સોલિડ વુડ ફ્લોરીંગ બનાવાશે, આ કામગીરી જોશમાં ચાલતી હોવાથી આગામી દિવસોમાં સુરતની કલાપ્રેમી જનતા માટે આ ગાંધી સ્મૃતિ ભવન નવું નજરાણું મળશે. 

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ગાંધી સ્મૃતિ ભવનનું ખાત મુર્હુત કરવામાં આવ્યું ત્યારે કલાકારોએ ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડી પાલિકાના નિર્ણયને વધાવ્યો હતો. આ ગાંધી સ્મૃતિ ભવન ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ પર બની રહ્યું છે. સુરત માટે આ ખાસ પ્રકારના પ્રોજેક્ટ હોવાથી પાલિકા દ્વારા સલાહકાર સમિતિ બનાવવામાં આવી હતી અને તેમની ભલામણના આધારે અદ્યતન પ્રકારની સુવિધા ઉભી થઈ રહી છે. 

આ કમિટિએ ગાંધી સ્મૃતિ નાટ્ય ભવનનું સ્ટેજ સોલિડ વુડફ્લોરીંગનું બને તેવી ભલામણ કરી હતી જેના આધારે સુરત પાલિકા દ્વારા 32 લાખ રુપિયાના ખર્ચે સોલિડ વુડ સ્ટેજ બનાવવા માટે આયોજન કરી રહી છે. આ માટેના અંદાજ જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. તેના પર નિર્ણય કરાશે. આ કામગીરી ઝડપી થઈ રહી હોવાથી આગામી દિવસોમાં સુરતની કલાપ્રેમી જનતા માટે આ ગાંધી સ્મૃતિ ભવન નવું નજરાણું મળશે

ગાંધી સ્મૃતિ ભવન 41 વર્ષ ધમધમતું રહ્યું હતું

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં શહેરની મધ્યમાં 1980માં ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 800 પ્રેક્ષકોની ક્ષમતા સાથેનું આ નાટ્ય ગૃહ સતત 42 વર્ષ સુધી ધમધમતું રહ્યું હતું. 1980માં ખાત મુર્હુત કર્યા બાદ ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ 1986માં કરવામાં આવ્યું હતું. અંદાજે દર વર્ષે આ નાટ્યગૃહમાં 500 જેટલા કાર્યક્રમ થતા હતા તેમાથી 300 જેટલા નાટક ભજવતા હતા. 

સુરત, અમદાવાદ, મુંબઇના ખ્યાતનામ કલાકારો ગાંધી સ્મૃતિ ભવનમાં કાર્યક્રમો કરવા આવતા હતા. 41 વર્ષમાં સૌથી મોટું રીપેરીંગ વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર ચોમાસામાં માત્ર સામાન્ય રીપેરીંગ કરવામાં આવતું હતું. જુલાઈ 2019 માં પ્રેક્ષક ગૃહની છત પરથી પીઓપી તૂટી પડયા બાદ ગાંધી સ્મૃતિ ભવનને બંધ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. 41 વર્ષ બાદ જર્જરિત થઈ ગયેલા ગાંધી સ્મૃતિ ભવન ઉતારી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને 2019માં ગાંધી સ્મૃતિ ભવન સાથે તેની બાજુમાં બનેલા મલ્ટી લેવલ પાર્કિંગનું પણ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *