Rajkot: ક્રિષ્ના એપાર્ટમેન્ટ માંથી જુગારધામ ઝડપાયો

Share:
બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી 20900 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.11
શહેરના જંકશન પ્લોટ શેરી નંબર 16 માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટના ચોથા માળે 401 નંબરના ફ્લેટમાં જુગાર રમતી બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી 1 2000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના જંકશન પ્લોટ શેરી નંબર 16 માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટના 401 નંબરના ફ્લેટમાં જુગાર રમતો હોવાની ભાવનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તોફિકભાઈ મગરાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ આઈ એ બેલીમ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નારાયણભાઈ કાનજીભાઈ જોશી, જામનગરના જગા મેડીના યુસુફ અહમદ ખેરાણી, જામનગરના પટેલ પાર્કમાં રહેતી નયનાબેન રાજેશભાઈ કંસારા અને પુનિત નગરના પાણીના ટાંકા પાસે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી ગીતાબેન બલુભાઈ મકા સહિતો ચાર શખ્સની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂપિયા 21000 કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *