Ambaji માં ગબ્બર રોપ વે સુવિધા મેન્ટેનન્સમાં હોવાના કારણે ૬ દિવસ બંધ રહેશે

Share:

Ambaji ,તા.૨૮

અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે. તો અમુક ભકતો ઉંમરના કારણે તો અમુક ભકતો શારિરીક તકલીફના કારણે ગઢ પર જતા નથી હોતા, તો અંબાજી મંદીર પર જતા લોકો માટે રોપ-વેની સેવા શરૂ કરી છે. પણ આ રોપ-વે ૬ દિવસ મેઇન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે, રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે, જેથી જે ભક્તોને ઉપર દર્શન જવુ હોય તેઓને પગપાળા જવુ પડશે. જેમાં તારીખ ૩ થી ૮ માર્ચ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવનાર છે. જે બાદ ૯ માર્ચથી ફરી સેવા શરૂ કરવામાં આવે.

અંબાજી ગબ્બર રોપવે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે, જેથી જે ભક્તોને દર્શન કરવા હોય તેઓ પગપાળા ગબ્બર ઉપર જઇ શકે છે. ગબ્બર પર ચાલતા જવાના ૯૯૯ પગથિયા છે અને ઉતરવાના ૭૬૫ પગથિયા છે. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપવે ભલે બંધ રહેશે, પણ ગબ્બરનાં તમામ દર્શન ખુલ્લા રહેશે. વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે યાત્રિકોની સલામતી માટે રોપ વેની મરામત થતી હોય છે.

અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે. સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વેની સેવા ઉપલબ્ધ કરાઇ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *