ગૂગલ પે માં હીસ્ટ્રી ચેક કરતાં ઘટનાની જાણ થઈ
Rajkot,તા.08
મોરબી રોડ પરની મહાશકિત પાર્ક શેરી નં ૧માં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતાં પ્રદીપ બેલડીયા ઉ.વ.૨૦ એ બી ડીવીઝન પોલીસ મથકમાં અમીત રાજુભાઈ વ્યાસ,જય રાતડીયા સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.જેમાં ગત.તા.૩ના તેઓ ઘરે મોબાઈલમાં ગૂગલ પે એપ્લીકેશનમાં બેંક ખાતામાં પડેલા રૂપીયા ચેક કરતાં ખાતામાં માત્ર રૂ.૭૯૬ જોવા મળતાં બીજા દિવસે બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવતા જાણ થઈ કે ગત.તા.૧૬/૭ થી ૨૮/૭
સુધીમાં રૂ.૭૪૦૦૦ અન્ય બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાથી ગત.તા.૫/૮ના સાયબરમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં જાણવા મળ્યું કે ઉપરોકત આરોપી અમિત અમુકવાર મોબાઈલ માંગતો અને તેઓને ખબર ના પડે તેમ ગુગલ પે નો પાસવર્ડ મેળવી લીધા બાદ અન્ય બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી લીધેલ બન્ને મિત્રોએ પોતાનો આર્થીક ફાયદો મેળવવા કટકે કટકે રૂ.૭૪૦૦૦ ઉપાડી તેઓ સાથે ઠગાઈ કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બી ડિવિઝન પોલીસમાં બેલડી સામે નોંધાતો ઠગાઈનો ગુનો