બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ સહિતના ક્ષેત્રે ભાગીદારી વધારવા સહમતિ
Paris, તા.૧૩
Prime Minister Narendra Modi અને Franceના President ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર એકબીજાની મદદ અને પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Modiએ કહ્યું કે, India પાસેથી France દ્વારા Pinaka Rocket Launcherની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવશે. PM Modi અને મેક્રોં United Nation Security Councilમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને Security Councilના મુદ્દાઓ સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર નજીકથી સંકલન કરવા સંમત થયા હતા. મેક્રોંએ UNSCમાં INDIAની કાયમી સભ્યપદ માટે FRANCEના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ MODI અને મેક્રોં સંરક્ષણ, નાગરિક પરમાણુ ઊર્જા અને અવકાશના રાજકીય ક્ષેત્રોમાં સહયોગની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી MODI FRANCEની મુલાકાત પૂર્ણ કરીને AMERICA જવા રવાના થયા હતા. ઇમેન્યુઅલ મેક્રોં સ્વયં PM MODIને વિદાય આપવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમણે PM MODIને ગળે લગાવીને વિદાય આપી હતી. FRANCE મુલાકાત બાદ MODIએ ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, ‘આભાર FRANCE! મારી મુલાકાત ફફ્રદાયી રહી, જ્યાં મેં ai, વાણિજ્ય, ઊર્જા અને સાંસ્કૃતિક સંબંધો સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના લોકોનો આભાર.’ પીએમ MODI આજથી AMERICAની મુલાકાતે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પછી પીએમ મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત છે. જે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં હશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પીએમ મોદી ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.