ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ ભાવિક પ્રજાપતિ, ધાર્મિક મકવાણા, રોનિત બલાર અને હિતેનકુમાર કાછડિયા તરીકે થઈ
Surat , તા.૩
મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ એ આજે સોમવારે બેંગકોકથી મેળવેલા ૧૫.૮૫ કરોડ રૂપિયાના હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવાના આરોપમાં ચાર શખ્સની ધરપકડ કરી હતી. ચારેય આરોપી ગુજરાતના સુરતના હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ અધિકારીએ ગાંજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મુંબઈ એરપોર્ટ ખાતેથી સુરતના ચાર યુવાનોને રૂ.૧૫.૮૫ કરોડ હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી મામલે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ સુરતના રહેવાસી ભાવિક પ્રજાપતિ (ઉં.વ. ૨૫), ધાર્મિક મકવાણા (ઉં.વ. ૨૨), રોનિત બલાર (ઉં.વ. ૨૩) અને હિતેનકુમાર કાછડિયા (ઉં.વ. ૨૩) તરીકે થઈ છે. સ્પોટ પ્રોફાઇલિંગના આધારે, છૈેંંના અધિકારીઓએ ગઈકાલે રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવેલા ચાર મુસાફરોની અટકાયત કરી હતી.
કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા અટકાયત કરાયેલા શખ્સોના સામાનની તપાસ દરમિયાન દરેક મુસાફોર પાસેથી ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા. જેમાં ૧૫.૮૪ કિલોગ્રામ વજનનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેની કિંમત ૧૫.૮૫ કરોડ રૂપિયા છે. અધિકારીએ ઝડપાયેલો સામાન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર મામલે કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં દાણચોરી કરીને લાવેલા જપ્ત કર્યો હતો.
જોકે, આરોપીઓ ભારતમાં પ્રતિબંધિત વસ્તુની દાણચોરી કરવાના બદલામાં ઝડપથી અને સરળતાથી મોટી રકમ મેળવી રહ્યા હતા. જ્યારે આ મામલે આરોપીઓએ જણાવ્યું હતું કે, ’તેઓ જાણતા હતા કે હાઇડ્રોપોનિક ગાંજો અને અન્ય ગેરકાયદેસર દવાઓની ભારતમાં દાણચોરી કરવા પર કડક સજા થાય છે.’ મળતી માહિતી મુજબ, છેલ્લા થોડા સમયમાં અંદાજે ૫૦ યુવાનો ઝડપાયા છે.