51,000 રોકડા અને 12 બાઈક મળી 3.71 લાખનો મુદ્દામાલ કબજે
Jamjodhpur,તા.27
જામજોધપુર શહેરના પાંચ યારી સીમ વિસ્તાર માં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરી રોકડા 51000 અને 12 બાઇક મળી રૂપિયા ૩.૭૧ લાખનો મોબાઈલ કપ છે કરી નાસી છૂટેલા નવ શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ જામજોધપુર પાંચયારી ની સીમમાં જાહેરમાં જુગાર રમતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે સુરેશભાઈ પરમાર અશોકભાઈ ગાદી યા અને સરમાભાઈ ગળચર સહિતના સ્થાપિત દરોડો પાડી જુગાર રમતા ચંદુ છગન રાબડીયા, જસ્મીન મનસુખ ઝાલાવાડીયા, દિવ્યેશ લાલજી અને મિત દિનેશ દેદાણીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 51000 અને 12 બાઈક મળી રૂપિયા 3.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નરોડા દરમિયાન ટોની ઢાબા,દાના કડીવાર ,પ્રતિક જોશી ,મેસૂર રબારી ,મેરો રબારી, પ્રકાશ પરમાર, ભૂતા કાલરીયા ,અશોક બાવરીયા અને જય કાજીયા શોધખોળ હાથ ધરી છે.