પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ Keerti Azad ની પત્ની પૂનમનું નિધન થયું

Share:

New Delhi,તા.02

કીર્તિ આઝાદની પત્ની પૂનમ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતાં. તેની જાણકારી CM મમતા બેનર્જીએ પોતાની પોસ્ટમાં આપી છે.પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કીર્તિ આઝાદની પત્ની પૂનમનું સોમવારે (2 સપ્ટેમ્બર) એ નિધન થયું છે. પત્નીના નિધનની જાણકારી કીર્તિ આઝાદે પોતે એક્સ પર પોસ્ટ કરીને આપી છે. આ સાથે જ તેમના આ દુઃખના સમયે અસદુદ્દીન ઓવૈસી સહિત તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે, તેમની પત્ની છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતી. આ અંગેની જાણકારી પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની પોસ્ટમાં આપી છે.કીર્તિ આઝાદે એક્સ પર લખ્યું, “મારી પત્ની પૂનમ હવે નથી રહી. બપોરે 12:40 વાગ્યે તેઓએ સ્વર્ગ માટે પ્રસ્થાન કર્યું છે. તમારી સાંત્વના માટે તમારા તમામનો આભાર.” તેમજ અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું, “તમારા પ્રત્યે મારી સંવેદનાઓ તેમજ ઈશ્વર તમારી પત્નીના નિધન પર તમને ધૈર્ય અને શક્તિ આપે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *