Australia ના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલ પત્રકારત્વની કારકિર્દીમાંથી નિવૃત્ત

Share:

New Delhi: તા.24
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે રવિવારે તેમની છેલ્લી કોલમ લખીને લગભગ પાંચ દાયકા સુધી ફેલાયેલી તેમની પત્રકારત્વ કારકિર્દીને વિદાય આપી.

81 વર્ષીય ક્રિકેટરે તેની છેલ્લી કોલમમાં તેની કેટલીક શ્રેષ્ઠ ક્ષણોને યાદ કરી. જેમાં 1998ની ચેન્નાઈ ટેસ્ટમાં સચિન તેંડુલકર અને દિવંગત સ્પિન વિઝાર્ડ શેન વોર્ન વચ્ચેનો મુકાબલો અને કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામે VVS લક્ષ્મણની 281 રનની ઐતિહાસિક ઈનિંગનો સમાવેશ થાય છે.

ચેપલે લખ્યું, ’લખતી વખતે આનંદની ઘણી ક્ષણો હતી, ખાસ કરીને સચિન ચેન્નાઈમાં વોર્નનો સામનો મુકાબલો. અન્ય હાઇલાઇટ્સમાં બ્રાયન લારાની પ્રતિભા, રિકી પોન્ટિંગની આક્રમકતા વિશે લખવાનો સમાવેશ થાય છે.’

જોકે ચેપલને લાગ્યું કે પેન નીચે મૂકવાનો સમય યોગ્ય છે. તેણે કહ્યું, ’હું 50 વર્ષથી વધુ સમયથી લખી રહ્યો છું પરંતુ હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે અને આ મારી છેલ્લી કોલમ હશે. પત્રકારત્વને અલવિદા કહેવું એ ક્રિકેટને અલવિદા કહેવા જેવું છે, પરંતુ હું જાણું છું કે આ યોગ્ય સમય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *