New Delhi, તા.03
નવા નાણાંકીય વર્ષના બજેટમાં નાણાં મંત્રીએ વિકાસ માટે કૃષિ, એમએસએમઇ, રોકાણ તથા નિકાસ એવા ચાર મુદ્ાઓ આગળ ધરીને ગરીબ, યુવા, કિસાન તથા મહિલાઓ પર ફોક્સ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રીએ કહ્યું કે દુનિયામાં સૌથી વધુ આર્થિક પ્રગતિ ધરાવતા ભારત માટે આવતા પાંચ વર્ષ વિકાસની મોટી તક છે. બજેટની રજુઆત પૂર્વે વડાપ્રધાન ‘જ્ઞાન’નું બજેટ રહેવાનું કહ્યું હતું તેનો અર્થ ગરીબ, યુવા, અન્નદાતા (કિસાન) તથા નારી (મહિલા) થવા જાય છે.
દેશના કૃષિ, એમએસએમઇ, ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) તથા એક્સપોર્ટ (નિકાસ) વિકાસના એન્જીન છે અને તેના આધારે વિકસીત ભારતનું સર્જન કરવાનું છે. વિકાસને ગતિ આપવા તમામ વર્ગના સર્વગ્રાહી વિકાસ, મધ્યમ વર્ગની ખર્ચની તાકાત વધારવા, ખાનગી રોકાણ વધારવા તથા લોકમાનસ વધારવાના પાયાના લક્ષ્યો છે.
બજેટમાં ગરીબ, યુવા, કિસાન તથા મહિલાઓ પર ફોક્સ રાખવામાં આવ્યું છે.
રોજગારી સર્જતા લેધર-રમકડા ફૂડ પ્રોસેસીંગ માટે ખાસ કદમ
* ફૂટવેર-લેધર ક્ષેત્ર માટે ખાસ ફોક્સ પ્રોડક્ટ સ્કીમની દરખાસ્ત છે અને તેનાથી 22 લાખ નવી રોજગારી ઉભી થવા સાથે 4 લાખ કરોડનું વધારાનું ટર્નઓવર થશે.
* રમકડા ક્ષેત્ર માટે ક્લસ્ટર, કૌશલ તથા ઉત્પાદન વૃદ્ધિ પર જોર અપાશે જેનાથી ઉચ્ચ ગુણવતાના અને નવિનતમ તથા ટકાઉ રમકડા બનશે.
* ફૂડ પ્રોસેસીંગ માટે નેશનલ ઇન્વેસ્ટીટયુટ ઓફ ફૂડ ટેકનોલોજી બનશે. જેથી ખેડૂતોની આવક, કૌશલ્ય વધશે, રોજગારીનું સર્જન થશે.