ફાયર ફાઇટરો દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો
Rajkot,તા.04
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક નજીક એચસીજી હોસ્પિટલની સામેના ભાગે આવેલ ખુલ્લા પ્લોટમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ ભભુકતા ધુમાડાના ગોટેગોટા ઉઠવા પામ્યાં હતા. જેના પગલે બપોરે 1:33 વાગ્યે ફાયર બ્રિગેડને આગનો કોલ મળતા રામાપીર ફાયર સ્ટેશન ખાતેથી બે ફાયર ફાઇટર અને રેલનગર ફાયર સ્ટેશન ખાતેથી એક એમ કુલ ત્રણ ફાયર ફાઇટર રવાના કરવામાં આવ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં આગ પર કાબુ મેળવી ફાયર ફાઇટર પરત આવી શક્યા નથી.