આખરે Naga Chaitanya and Shobhita Dhulipala ની ઓફિશિયલ સગાઈ

Share:

 હૈદરાબાદમાં અંગત સ્વજનોની હાજરીમાં પ્રસંગ

 નાગા ચૈતન્યના 3 વર્ષ પહેલાં સામન્થા સાથે છૂટાછેડા થયા હતાઃ શોભિતા સાથે લાંબા સમયથી ડેટિંગ

Mumbai,તા.09 

સામન્થા રુથ પ્રભુના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યએ લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ અને એકટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે આખરે ઓફિશિયલ સગાઈ કરી લીધી છે. નાગા ચૈતન્ય અને શોભિતા લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં અને તેઓ લિવ ઈનમાં રહેતાં હોવાનું પણ કહેવાતું હતું. આજે નાગા ચૈતન્યના પિતા અને પીઢ અભિનેતા નાગાર્જુને ખુદ પુત્રની સગાઈની સત્તાવાર જાહેરાત કરી હતી.

નાગાર્જુને આપેલી માહિતી અનુસાર આજે સવારે ૯.૪૨ કલાકે રિંગ સેરિમની યોજાઈ હતી. તેમાં અંગત સ્વજનો જ હાજર રહ્યા હતા.

નાગા ચૈતન્યનાં લગ્ન ૨૦૧૮માં સામન્થા રુથ પ્રભુ સાથે થયાં હતાં. જોકે, તેમનું લગ્ન જીવન ત્રણ જ વર્ષ ચાલ્યું હતું અને ૨૦૨૧માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. નાગા ચૈતન્ય અને શોભિતા અવારનવાર સાથે દેખાતાં હતાં અને સાથે સાથે જ પ્રવાસ માટે પણ જતાં હતાં. ત્યારથી તેમનાં લગ્નની અટકળો ચાલી રહી હતી.  શોભિતા ઓટીટી વેબ સીરિઝની દુનિયાની ટોચની હિરોઈન ગણાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *