Madhavi Puri Butch અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરો

Share:

આ ઉપરાંત કોર્ટે ૩૦ દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો

Mumbai, તા.૨

મુંબઈની વિશેષ છઝ્રમ્ કોર્ટે શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને જીઈમ્ૈંના ટોચના અધિકારીઓ સામે હ્લૈંઇ નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે ૩૦ દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

વિશેષ એસીબી કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગ્યું છે કે, ‘આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છે, તેથી તપાસની જરૂર છે. નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે.

કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ ૧૫૩(૩) ઝ્રઇઁઝ્ર હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. કોર્ટે ટિપ્પણીમાં એસીબી અપરાધિક એમ.એ.સં.૬૦૩/૨૦૨૪નો પણ ઉલ્લેખ કર્યો છે.

હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં ૩૬.૯ કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

ખેરાએ દાવો કર્યો હતો કે, આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૧૯.૫૪ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *