Morbi,તા.04
જોધપર ખારી ગામે મજુરીના પૈસાની લેતીદેતી બાબતનો ખાર રાખી દીકરા સાથે ઝઘડો કરી માતાને માર મારી તેમજ પિતા સાથે બોલાચાલી કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામે રહેતા હંસાબેન કલાભાઈ પરમાર (ઉ.વ.૫૨) વાળાએ આરોપી રમેશ રતનશી ધરજીયા રહે જોધપર ખારી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ફરિયાદી પાસે સેટિંગની મંજૂરીના પૈસા માંગતા હતા જે પૈસાની લેતીદેતીનો ખાર રાખી ફરિયાદીના દીકરા સાથે ઝઘડો કર્યો હતો જેથી હંસાબેન વચ્ચે પડતા વાળ ખેંચી જાપટો મારી પાડી દઈને પેટમાં પાટું મારી લાકડું મારવા જતા બાબુભાઈ ચાવડાએ આડો હાથ નાખતા તેને મુંઢ માર મારી તેમજ હંસાબેનના પતી કલાભાઈ પરમાર સાથે બોલાચાલી કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે