Morbi,તા.04
શહેરની ભાટિયા સોસાયટીમાં પૈસાની લેતીદેતી મામલે પાંચ ઇસમોએ યુવાનને માર મારી લોખંડ પાઈપ વડે માથામાં ઈજા કરી લાકડાના ધોકા વડે મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપીઓ સંજય રાણાભાઇ રાજગોર, અંકુર ઉર્ફે ભાણું, લાલો ઉર્ફે શિવાજી રાજગોર, કેવલ મોહન રાજગોર અને અનીલ રાજગોર રહે બધા ભાટિયા સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સંજય રાજગોર સાથે ગાડીના પૈસાની લેતીદેતી મામલે મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ આવી યુવાનને લોખંડ પાઈપ માથામાં ઝીકી તેમજ હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ આરોપી અંકુરે છરી વડે કપાળના ભાગે ઈજા કરી અન્ય ઇસમોએ લાકડાના ધોકા વડે માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે