બંને પક્ષે મળી ત્રણ મહિલા સહિત 8 શખ્સો સામે નોંધાતો ગુનો, મહિલા સહિત છ લોકો ઘાયલ
Vichhiya,તા.06
વિછીયા તાલુકાના છાસિયા ગામે જમીનના મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ચાલતી માથાકૂટ નો ખાર રાખી થયેલી બોલા ચાલી મા ઉસકેરેલા બંને પરિવાર વચ્ચે ધોકા અને પાઇપ વડે ખેંલાયેલા ધીંગાણામાં બે મહિલા સહિત છ શખ્સો ધવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં સ્થાનિક પોલીસે બંને પક્ષોએ મળી ત્રણ મહિલા સહિત આઠ શખ્સો સામે સામ સામી ફરિયાદ નોંધાય છે. પોલીસે નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.
વધુ વિગત મુજબ વિછીયા તાલુકાના છાસિયા ગામે રહેતા રાઘવભાઈ સવાભાઈ ચૌહાણ નામના ખેડૂતે ભાઈએ મનજી સવા ચૌહાણ ,જયંતિ મનજી ચૌહાણ અને મધુબેન મનજીભાઈ ચૌહાણ સહિત ત્રણે માર માર્યા અંગેની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મનજી ચૌહાણ અને રાધવ ચૌહાણ બંને ભાઈઓ થતા હોય અને અગાઉ જમીન બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી ફરિયાદી રાઘવભાઈ ચૌહાણ પોતાના ખેતરમાં પાકમાં પાણી વાળતા હોય ત્યારે તેનો ભાઈ મનજી પાસે આવી મને કહેલ કેમ મૂછો મરડે છે મારા ભાઈને કહે કોઈ મૂછો મરડતું નથી તેમ કહેતા મને ગાળો આપી ધોકા વડે માર મારતા ભાભી મધુબેન અને ભત્રીજો જયંતીએ પાઇપ અને ધોકા વડે માર મારતા પુત્ર ગૌતમ તેમજ જમાઈ રાઘવભાઈ સહિત માર મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ વીંછીયા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જય દંપતી સહિત ત્રણે શખ્સો સામે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે સાસીયા ગામની સીમમાં રહેતા મનજીભાઈ સવાભાઈ ચૌહાણ એ ભાઈ રાઘવ સવા ચૌહાણ, ગૌતમ રાઘવ ચૌહાણ, રાઘવ નો જમાઈ રાયધન, સવિતાબેન રાયધનભાઈ ચૌહાણ, પુરીબેન રાઘવભાઈ ચૌહાણ સહિત પાંચે શખ્સ પાઇપ અને ધોકા વડે માર માર્યાની વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બંને ભાઈઓ વચ્ચે જમીન બાબતે ચાલતી માથાકૂટ નો ખાર રાખી બોલા ચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા રાખો સવાર ચૌહાણ તથા તેના પુત્ર જમાઈ, પત્ની અને પુત્રીએ ધોકા અને પાઇપ વડે ભાઈ મનજી ચૌહાણ અને કૈલાશબેન તેમજ મધુબેનને માર મારી પોલીસે તમામ સામે ગુનો નોંધી નાસી છૂટેલા તમામ શખ્સોને ઝડપી લેવા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજપરા દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે