Morbi,તા.05
કુંભારિયા ગામે ગાળો બોલવાની ના પાડતા બોલાચાલી કરી ગાડી ઝડપથી લઈને જતી વેળાએ ફરિયાદીના દીકરાના પગ પર ચડાવી ઈજા કરી તેમજ એક આરોપી ધારિયું લઈને આવી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
માળિયા તાલુકાના કુંભારિયા ગામના અરવિંદભાઈ હરખજીભાઈ પંચાસરાએ આરોપીઓ નીલેશ રમેશ પરમાર, કિશન કાનજી હુંબલ, જસમત કાળું ઇન્દરીયા અને રમેશ દેવશી પરમાર રહે બધા કુંભારિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી નીલેશ, કિશન અને જસમત સ્વીફ્ટ કાર લઈને ગણપતભાઈના પાનના ગલ્લે સિગરેટ પીવા આવ્યા હતા અને ગાળો બોલતા હતા જ્યાં ફરિયાદી અરવિંદભાઈનું ઘર બાજુમાં હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી જેથી આરોપીઓને સારું નહિ લગતા અરવિંદભાઈને ગાળો આપી પુરઝડપે ગાડી લઈને જતા હતા ત્યારે દીકરા નક્ષના પગના પોચા પર ચડી જતા સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ આરોપ’ઈ રમેશ પરમાર ધારિયું લઈને આવી પોલીસ ફરિયાદ કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે