Mumbaiના ચેમ્બુરમાં ભીષણ આગની ઘટના,૫ લોકોના મોત

Share:

નીચે દુકાન હતી અને ઉપરના માળે પરિવાર રહેતો હતો જે આ આગનો ભોગ બન્યો હોવાનું માનવામાં આવે છે

Mumbai, તા.૬

મુંબઈમાં આગને લગતી એક ઘટના બની છે, જેમાં પાંચ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. મુંબઈના ચેમ્બુર એરિયામાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં એક દુકાનમાં લાગેલી આગમાં પાંચ લોકોના માર્યા ગયા છે. રવિવારે સવારે લગભગ ૫ઃ૨૦ વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં લાગી હતી અને પછી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.

મુંબઈ પોલીસ અને ફાયર વિભાગને રવિવારે વહેલી સવારે જાણકારી મળી કે આગ એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી દુકાનમાં શરૂ થઈ હતી અને ફેલાઈ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બિલ્ડિંગના એક માળની નીચે દુકાન હતી અને ઉપર પરિવાર રહેતો હતો. આગના કારણે બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનમાં ઈલેકટ્રીકલ વાયરીંગ, ઈલેકટ્રીકલ ઈન્સ્ટોલેશન વગેરે સળગી ગયા હતા. તેમજ ઉપરના મકાનમાં આવેલ ઈલેકટ્રીકલ વાયરીંગ વગેરે વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. બે માળની ઈમારતમાં નીચે દુકાન હતી અને ઉપરના માળે પરિવાર રહેતો હતો.

પ્રાથમિક માહિતી પ્રમાણે આગની દુર્ઘટનામાં પતિ-પત્ની, બે બાળકો અને તેમના એક સંબંધીએ જીવ ગુમાવ્યો હતો. આગ લાગ્યા પછી બચાવ કર્મચારીઓએ બધાને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ દ્વારા આ દુર્ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્યાર સુધીમાં મળેલી જાણકારી પ્રમાણે નીચેના માળે જે દુકાન હતી તેમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ હોવાની શક્યતા છે. દુકાન સળગ્યા પછી આગની જ્વાળાઓ ઉપર ગઈ હતી અને આખી ઈમારત તેમાં સળગી ગઈ હતી. નીચેના માળ પર જે દુકાન હતી તેમાં ઈલેક્ટ્રિક આઈટમો રાખવામાં આવી હતી અને તે આગનું કારણ હોય તેમ માનવામાં આવે છે.

આગની અન્ય એક ઘટનામાં ભારત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઈમારતમાં શનિવારે આગ લાગી હતી. અગ્નિશમન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી.

શનિવારે રાતે બનેલી ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. મુંબઈમાં આવી આગની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. લગભગ એક મહિના અગાઉ લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં સ્થિત ૧૪ માળની ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગી હતી. લગભગ ૫ કલાકની મહેનત બાદ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, તે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *