Washington,તા.01
અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી FBIના અધ્યક્ષ બનેલા કાશ પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાની ધરતી પર રહીને આટલા ઉચ્ચ પદે પહોંચ્યા બાદ પણ પોતાના સંસ્કાર ન ભૂલનારા કાશ પટેલની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.
તેમણે અમેરિકામાં માતા પિતાને પગે લાગીને પદ સંભાળ્યું છે. તેઓ FBI ચીફ પદ માટેના કન્ફર્મેશન હિયરિંગમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ સૌથી પહેલા માતા-પિતાને પગે લાગ્યા હતા. આ સાથે બહેનને પણ ગળે મળ્યા હતા.
ત્યારબાદ તેઓ સેનેટની જ્યુડિશિયલ કમિટી સામે બેઠા હતા. જેમા સંબોધન કરતા પહેલા માતા પિતાનો પરિચય કરાવ્યો હતો અને જયશ્રીકૃષ્ણ કહીને તેમનું અભિવાદન કર્યું હતું.
વિદેશી ધરતી પર પોતાના સંસ્કારોને સાથે લઈને ચાલનારા કાશ પટેલની પ્રશંસા થઈ રહી છે. મહત્વનું છે કે, કાશ પટેલનું મૂળ નામ કશ્યપ પટેલ છે. તેમનો પરિવાર મૂળ વડોદરાનો નિવાસી છે. 1970માં તેમનો પરિવારે અમેરિકા ગયો હતો. જોકે અમેરિકામાં જન્મેલા કાશ પટેલ આજે સૌથી મોટી તપાસ એજન્સીના વડા બન્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અત્યંત નજીકના માનવામાં આવે છે.
અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર પદ માટે ભારતીય મૂળના કાશ પટેલની સેનેટ સમક્ષ રજૂ થયા હતા. સેનેટ સમક્ષ સુનાવણી પહેલા કાશ પટેલે ભારતીય પરંપરા મુજબ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. પછી તેની બહેનને ગળે મળ્યા હતા.
તેમની આ સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે આ પહેલીવાર છે જ્યારે કોઈએ સેનેટની સામે તેના માતા-પિતાના પગને સ્પર્શ કર્યો હોય. તેના આ સંસ્કારી પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.