‘Fateh’ની કમાણી ચેરીટીમાં વાપરવાની જાહેરાત કરતો સોનુ

Share:

Mumbai

સોનુ સુદે ડિરેકટ કરેલી સૌપ્રથમ ફિલ્મ ‘ફતેહ’ આજે રિલીઝ થઈ છે. સોનુએ પહેલા દિવસે આ ફિલ્મ દેશભરમાં માત્ર 99 રૂપિયામાં દેખાડવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં, તેણે જાહેર કર્યુ છે કે આ ફિલ્મથી થનારો પ્રોફિટ ચેરીટી માટે વપરાશે.

સોનુ સુદ આ ફિલ્મમાં ફતેહ નામનું પાત્ર ભજવતો દેખાશે. તેની સાથે ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડીસ, નસીરુદીન શાહ અને વિજય રાઝ જેવાં કલાકારો છે. આ ફિલ્મ સાઈબર ક્રાઈમ વિરુદ્ધની લડત દેખાડે છે.

ફિલ્મની વાર્તા એવી છે કે વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતો ભૂતપૂર્વ સ્પેશ્યલ ઓપરેશન્સ ઓફિસર ફતેહ પંજાબમાં નિરાંતનું જીવન વિતાવી રહ્યો છે. જો કે તેના ગામની એક છોકરી સાયબર ક્રાઈમની એક ખતરનાક સિન્ડીકેટની ચુંગાલમાં ફસાઈ જાય છે એને પગલે ફતેહ પાછો મેદાનમાં આવે છે.

તે ખુશી (જેકલિન ફર્નાન્ડીસ) નામની એથિકલ હેકર સાથે હાથ મિલાવીને કઈ રીતે છળકપટની રાષ્ટ્રવ્યાપી જાળનો પર્દાફાશ કરવા અને ન્યાય મેળવવા લડે છે એની વાત આ ફિલ્મમાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *