Vadodara હાઇવે પર ભયંકર અકસ્માત, બે ટ્રક પલટી મારી જતાં 3 વાહનો કચડાયાં, 2નાં મોત

Share:

Vadodara,તા.03

 આજે વહેલી સવારે વાઘોડીયાના જરોદ ગામે પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જે કોઇ ફિલ્મના દ્વશ્યથી કમ ન હતો. જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા 3 વાહનો દબાઇ ગયા હતા. જેમાં કારનો ભુક્કો નિકળી ગયો હતો અને કારચાલકનું સહિત બેના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે હાલ વડોદરા-ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલો રોડ પર આવેલા વાઘોડીયાના જરોદ ગામ પાસે એકસાથે 5 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. આજે વહેલી સવારે સામાન ભરેલી લોડીંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઇને 3 વાહનો પડી હતી. જેમાં રિક્ષા, ઇકો અને કાર દબાઇ ગઇ હતી. ત્રણેય વાહનોનો કચ્ચરખાણ નિકળી ગયો છે. અકસ્માતના પગલે ટ્રાફીકજામ થઇ જતાં હાલ પુરતો વડોદરા ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.

અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં પોલીસે બે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *