આગામી બે દાયકામાં સમુદ્રની સૌથી ઝડપી ધારા ધીમી પડી જશે

Share:

Australia, તા.4
આગામી બે દાયકામાં દુનિયાની તેજ સમુદ્રી ધારાઓની ગતિ 20 ટકા સુધી ધીમી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ આ દાવો એક નવા અધ્યયનમાં કર્યો છે.

સંશોધકોનું કહેવું છે કે એન્ટાર્કટિકાનો પિગળતો બરફ મહાસાગરની ધારાઓને નબળી કરી રહી છે, જેથી ધરતીની જલવાયું પ્રણાલી પર ઉંડી અસર પડી શકે છે.

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પોતાના સૌથી પાવરફુલ સુપર કોમ્પ્યુટર મદદથી આ અધ્યયન કયુર્ં છે. આ કોમ્પ્યુટે એ દેખાડયું કે બરફ પિગળવાથી મહાસાગરની સૌથી મજબૂત ધારાઓની ગતિ ધીમી પડી રહી છે.

એન્ટાર્કટિકા બરફની ચાદરના કારણે દુનિયાની સૌથી મજબૂત સમુદ્રની ધારાઓની પર અસરને દર્શાવાઈ હતી. સંશોધનના સહ લેખમ પ્રોફેસર વિશાખજ્ઞા ગાયને સ્થિતિને ખૂબજ ખતરનાક દર્શાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *