Surat ,તા.૧૨
સુરતમાં એક ખેડુતને જમીન પર ફાયનાન્સ આપવાને બહાને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ખેડુતને વિશ્વાસમાં લીધા બાદ જમીન વેચાણ દલ્તાવેજ લખાવી લેવામાં આવ્યા હતા. બીજીતરફ આરોપીએ વેચાણ દસ્તાવેજ લખાવીને ખેડુતને ફાયનાન્સ કર્યું ન હતું.
આમ ખેડુત સાથે દગાબાજી કરીને તેની જમીન ખોટી રીતે લખાવી લીધી હતી. આ અંગે ફરિયાદ થતા ગુનાહિત કૃત્ય આચરનારી ટોળકીના સભ્યને ઝડપી લીધો હતો. ઈકો સેલે આરોપી દિલીપસિંહ વાળાની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.