Uttar Pradesh,તા.05
હાપુર રોડ પર ખરખૌદા ગામ પાસે કાર આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક કારને ઢસેડતા એક કિલોમીટર સુધી લઇ ગયો હતો. કાર સવાર ફેમસ સિંગરનું મોત નિપજ્યું હતું. પતિ તથા બે પુત્રીને ઇજા પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યા છે.
પરિવાર સાથે અલીગઢ જઇ રહી હતી રૂમાના ખાન
સહારનપુર નિવાસી 35 વર્ષીય ડોક્ટર રૂમાના ખાન ગાયિકા છે. શુક્રવારે રાતે તે પતિ કાસિફ અને પુત્રી આશયા અને માયરા સાથે કારમાં અલીગઢ માટે નિકળી હતી. અલીગઢમાં તેમનું પિયર છે. રાત્રે 11 વાગે તે હાપુર રોડ સ્થિત ખરખૌદા ગામ પાસે પહોંચી ત્યારે કારની આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં કાર ચલાવી રહેલા કાસિફને ગંભીર ઇજાઓ પહોંચી છે. રૂમાનાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
કારની પાછળની સીટ પર બેઠેલી બંને પુત્રીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાસ્થળે હાજર લોકોએ ખરખૌદા પોલીસને જાણ કરી કરી હતી અને ઇજાગ્રસ્તો તથા મૃતકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ટ્રક ચાલકની શોધખોળ શરૂ
ખરખૌદા પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની જાણકારી કાસિફના સ્વજનોને આપી હતી. આરોપી ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસના અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરખાણ વળી ગયો હતો. ટક્કર લાગ્યા બાદ કાર ટ્રકમાં જ ઘૂસેલી રહી હતી. જેથી ટ્રક કારને એક કિલોમીટર સુધી ઢસેડીને લઇ ગઇ હતી. કારને કાપીને બાહર નિકાળવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે કારની સ્પીડ વધુ હશે.