Prayagraj તા.21
મહાકુંભનાં અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પહેલા ગંગાનું જલસ્તર વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે.આ કડીમાં ગુરૂવારે ગંગા ડેમ કાનપુરથી ગંગામાં જલ નિરંતર છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમમાંથી 510 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે.
વસંત પંચમી સ્નાન પર્વ વીત્યા બાદ મહાકુંભમાં સંગમ સ્નાન માટે દરરોજ એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. શિવરાત્રી પહેલા જ ગંગાનું જલસ્તર ઓછુ હોવાના કારણે શ્રધ્ધાળુઓને સંગમમાં ડુબકી લગાવવામાં પરેશાની થવા લાગી છે.
ઘૂંટણની નીચે સંગમનું પાણી હોવાથી શ્રધ્ધાળુઓ ડુબકી લગાવી શકતા નહોતા. આ સમસ્યાને લઈને ગંગા ડેમ કાનપુરથી બુધવારે 13500 કયુસેક જલ ગંગામાં છોડવામાં આવ્યું હતું.જયારે મંગળવારે 18 ફેબ્રુઆરીએ 12990 કયુસેક જલ ડેમમાંથી છોડાયુ હતું.
મહાકુંભ શરૂ થયા બાદ હજુ સુધી સર્વાધિક જલ છોડવામાં આવ્યું છે. ડેમથી જલ છોડવાની માત્રા વધારવાથી સંગમના જલ સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે.
સિંચાઈ વિભાગનાં અનુસાર ગુરૂવારે સંગમનું જલસ્તર 72.34 મીટર થઈ ગયુ હતું. ગરમી વધવાથી જલસ્તર ઘટશે તેની જાણકારી અગાઉથી હતી તેને ધ્યાનમાં રાખીને ગંગા ડેમ કાનપુરમાંથી પાણી છોડવાની તૈયારી કરવામાં આવી હતી અને યોજના મુજબ પાણી છોડવામાં આવી રહ્યું છે.