Gandhinagar,તા.૧૭
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ ૩થી ધોરણ ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યભરની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા ૭ એપ્રિલથી શરૂ થશે અને ૨૫ એપ્રિલ સુધી પૂર્ણ થઈ જશે. પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. હવે ધોરણ ૩થી ૮માં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ધોરણ ૩થી ૮ની પરીક્ષા ૭ એપ્રિલથી શરૂ થશે અને ૨૫ એપ્રિલ સુધી સમાપ્ત થશે. આ માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.રાજ્યની તમામ શાળાઓ માટે જાહેર કરવામાં આવેલા નિયમો પ્રમાણે ધોરણ ૩ અને ધોરણ ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને અલગથી ઉત્તરવહી આપવામાં આવશે જેમાં જવાબો લખવાના રહેશે. સત્રાંત પરીક્ષા અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરવામાં આવશે