EVM હેકિંગ દર્શાવતો વાયરલ વીડિયો નકલી અને પાયાવિહોણો

Share:

Maharashtra, તા.૨

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેટલાક વિરોધ પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, પંચે વિપક્ષના દાવાને ફગાવી દીધા છે. અહીં, EVM પર વિપક્ષના સવાલો વચ્ચે એક વાયરલ વીડિયોમાં, કેટલાક લોકો ઈફસ્ સાથે કથિત છેડછાડની યોજના ઘડી રહ્યા છે. આ પછી મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની ફરિયાદ પર મુંબઈ સાયબર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.મહારાષ્ટ્રના સીઈઓ (ચીફ ઇલેક્ટોરલ ઓફિસ) કાર્યાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ હેકિંગ અને ચેડા કરવાના ખોટા અને પાયાવિહોણા દાવા કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રની ફરિયાદ મળ્યા બાદ મુંબઈ સાયબર પોલીસે વીડિયોમાં દેખાતી વ્યક્તિ વિરુદ્ધ નોંધ્યો છે.ચૂંટણી પંચે કહ્યું છે કે ઈવીએમ કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતા નથી, પછી તે વાઇ-ફાઇ હોય કે બ્લૂટૂથ. તેથી ઈવીએમમાં છેડછાડ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઈવીએમ સંપૂર્ણપણે ટેમ્પરપ્રૂફ છે. સુપ્રીમ કોર્ટે અનેક અવસરો પર ઈફસ્ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯માં સમાન ઘટનામાં આ જ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આરોપી અન્ય દેશમાં છુપાયેલો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે ઈફસ્ વિશે ખોટા દાવા કરનારા અથવા ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *