પોતે કરોડો કમાતી films કરી છતાં ટ્રેલર લોન્ચમાં સ્થાન ન મળતાં દિગ્ગજનું દર્દ છલકાયું

Share:

Mumbai,તા,11

બોલિવૂડ એક્ટર અપારશક્તિ ખુરાનાની ફિલ્મ ‘સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બોલિવૂડ ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘દંગલ’થી પોતાના અભિનયની શરૂઆત કરનાર અપારશક્તિ ખુરાનાએ હવે 34 થી વધુ ફિલ્મો અને સિરિઝમાં કામ કર્યું છે. અપારશક્તિ ખુરાનાએ આ પહેલા પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અપારશક્તિ ખુરાનાનો ભાઈ આયુષ્માન ખુરાના પણ બોલિવૂડનો સુપરસ્ટાર છે. આ પછી પણ અપારશક્તિ ખુરાનાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

સ્ટેજ પર આવવાની ના પાડી

અપારશક્તિ ખુરાનાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે મુખ્ય અભિનેતા પણ મને સ્ટેજ પર આવવા દેવા માંગતા ન હતા.

ભાઈ સુપરસ્ટાર, પોતે કરોડો કમાતી ફિલ્મો કરી છતાં ટ્રેલર લોન્ચમાં સ્થાન ન મળતાં દિગ્ગજનું દર્દ છલકાયું 2 - image

અપારશક્તિ ખુરાનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો સાથે અજીબ ઘટનાઓ બનતી જોવા મળે છે. અહીં ઘણી વખત મેં અલગ અલગ સમસ્યાઓનો સામનો કર્યો છે. અહીં મુખ્ય અભિનેતા પોતે મને સ્ટેજ પર જોવા માંગતા ન હતા. મારી એક ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ રહ્યું હતું. આ ફિલ્મમાં બધાએ સારું કામ કર્યું છે. હું તેના ટ્રેલર લૉન્ચમાં હાજરી આપવા પણ મુંબઈ આવ્યો પરંતુ મુખ્ય અભિનેતાએ પોતે ટ્રેલર લૉન્ચની 3 મિનિટ પહેલાં નિર્માતાને કહ્યું હતું કે, અપારશક્તિને સ્ટેજ પર ન આવવા દે.

અપારશક્તિ ખુરાના બોલિવૂડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાના ભાઈ છે પરંતુ અપારશક્તિએ પોતાના દમ પર બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. IMDB અનુસાર, અપારશક્તિ ખુરાનાએ 2014માં પૉપકૉન નામની શોર્ટ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2 વર્ષ પછી આવેલી ફિલ્મ દંગલ અપારશક્તિ ખુરાનાની કારકિર્દીમાં ગુડ લક સાબિત થઇ. આમિર ખાન સ્ટારર ફિલ્મ દંગલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને બોલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ. આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે સ્ત્રી-2માં અપારશક્તિ ખુરાનાની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *