પુરૂષાર્થ અને પ્રારબ્ધના આધાર સ્થંભ પર આપણું જીવન અવિરત ગતિએ ચાલ્યા કરે છે. પુરૂષાર્થ વગરનું પ્રારબ્ધ પાંગળું છે. પ્રારબ્ધ અને પુરૂષાર્થ એકબીજાના પૂરક છે. પુરૂષાર્થનું એન્જિન પ્રારબ્ધના ડબ્બાને ધ્યેયની દિશા તરફ લઈ જાય છે. સુપ્તસ્ય સિહસ્ય મુખે ન મૃગા : પ્રવિશન્તિ એટલે કે સૂતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશ કરતો નથી. સિંહને ખોરાક મેળવવા શિકાર કરવો પડે છે. શ્રમ અને મહેનત કરવી પડે છે. પછી તેને શિકાર સ્વરૂપે ભોજન મળે છે. પુરૂષાર્થ પ્રારબ્ધનો પાયો છે. પુરૂષાર્થ વિનાના ફળમાં મીઠાશ ન હોય પહેલા ધોરણમાં મહેનત કરવાથી બીજા, ત્રીજા અને આગળ દશમાં ધોરણ સુધી તેનાથી આગળ નોકરી ધંધા માટે સક્ષમ બની શકાય છે. મહેનત વગર કાંઈ જ મળતું નથી. પુરૂષાર્થ જ પ્રારબ્ધનો પાયો છે.
આપણા જીવનમાંં પણ આ પ્રમાણે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અભિમાનનું ચિંતન અને મનન કરી શુદ્ધ અને સાત્વિક વિચારોના વલેણા વડે તેને વલોવી શું કે આચરણમાં મૂકીશું તો તેમાંથી દુર્ગુણો દૂર થઈને સદગુણો, સુવિચાર અને દિવ્યજીવનરૂપી શુધ્ધ ધી સમાન નવતર જીવન પ્રાપ્ત થશે. આપણું જીવન સત્સંગ, સત્કાર્ય , પરમાર્થ અને સત્યના રસ્તા પર જરૂર આવશે. જીવન સાદુ સરળ અને દિવ્ય બની જશે. સાર્થક બની જશે. સદ્વિચાર અને શુભચિંતનનું આચરણ માનવજીવનમાં સફળતા અને પ્રગતિના શિખરો સર કરાવે છે. સંઘર્ષ અને પુરૂષાર્થ ભરેલ જીવન ઉત્તમ અને શ્રેષ્ઠ છે. સત્સંગ, સત્ય, સુવિચારો અને આધ્યાત્મિકતાની જનેતા છે. માનવીએ સત્સંગી બનવું જોઈએ.